ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ખડગેની જીભ ફરી લપસી કહ્યું- ‘રાહુલ ગાંધીએ દેશ માટે બલિદાન આપ્યું, તેમના ટુકડે-ટુકડા થઈ ગયા’, જૂઓ વીડિયો

  • રામલીલા મેદાનમાં વિરોધ પક્ષોની મહારેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને શહીદ ગણાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

દિલ્હી, 1 એપ્રિલ: દિલ્હીના રામલીલા મેદાનમાં ગઈકાલે વિરોધ પક્ષોના ઈન્ડી ગઠબંધનની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, તેજસ્વી યાદવ સહિત વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનના નેતાઓએ ભાગ લીધો હતો. રેલીના મંચ પરથી બધાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જ્યારે બોલવા માટે મંચ પર આવ્યા ત્યારે તેમણે રાહુલ ગાંધી વિશે કંઈક એવું કહ્યું જેના કારણે તેમના વિરોધીઓ હવે તેમની મજાક ઉડાવી રહ્યા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

રાહુલ ગાંધીને ખડગેએ શહીદ ગણાવ્યા

રામલીલા મેદાનમાં વિરોધ પક્ષોની મહારેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીને શહીદ ગણાવ્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું – “દેશને આઝાદ કરવા માટે અમે લડ્યા અને લોહી વહાવ્યું. દેશને એક રાખવા માટે ઈન્દિરા ગાંધીએ પોતાનો જીવ આપ્યો. રાહુલ ગાંધીએ પોતાનો જીવ આપ્યો, તેમના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા અને એ જ રીતે ઈન્દિરા ગાંધીએ દેશને એક રાખવા માટે 32 ગોળીઓ ખાધી.

અહીં જૂઓ વીડિયો:

 

ભાજપના નેતાએ સવાલો ઉઠાવ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના નેતા અમિત માલવિયાએ મલ્લિકાર્જુન ખડગેનો આ વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે માલવિયાએ લખ્યું – “રાહુલ ગાંધીજીએ દેશ માટે પોતાનો જીવ આપી દીધો, તેમના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. જ્યાં સુધી રાહુલ ગાંધીનો હિસાબ નહીં થાય ત્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે જી શાંતિનો શ્વાસ નહીં લે.”

આ પહેલા પણ આવા નિવેદન આપી ચુક્યા છે ખડગે

આ પહેલીવાર મલ્લિકાર્જુન ખડગેએની રાહુલ ગાંધીને લઈને જીભ લપસી નથી. ખડગેએ ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી વખતે પણ આવું જ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી જેવા નેતાઓએ દેશની એકતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. જોકે, તેમને તરત જ પોતાની ભૂલનો અહેસાસ થયો અને કહ્યું કે મેં ભૂલથી રાજીવને બદલે રાહુલ ગાંધીનું નામ લઈ લીધું.

આ પણ વાંચો: રામલીલા મેદાનમાં ઈન્ડી ગઠબંધનની મહારેલી, જાણો વિપક્ષી નેતાઓએ શું કહ્યું

Back to top button