રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા ખડગે આપી આ પ્રતિક્રિયા , જાણો શુ કહ્યું
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરી દેવામા આવી છે. જેને લઈને કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે. કેટલાક નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામા આવી રહ્યું છે. ત્યારે આ વચ્ચે મલ્લિકાર્જૂન ખડગેએ આ અંગે તેમની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે રાહુલ ગાંધીના લોકસભાનું સભ્ય પદ રદ કરવું વિપક્ષનો અવાજ દબાવવા માટે લેવાયેલ પગલું કહ્યું હતું.
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ ખડગેએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ થયા બાદ પ્રતિક્રિયા આપી છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેમને સાચું બોલવા બદલ સજા આપવામાં આવી છે. ખડગેએ કહ્યું કે વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સત્ય બહાર આવશે, સુરત કોર્ટનો નિર્ણય બદલાશે.રાહુલ ગાંધી દેશની સામે સત્ય રાખી રહ્યા છે.
લોકોને વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવાનો પ્રયાસ
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામા આવતા રાજકારણમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. તેને લઈને એક બાદ એક પ્રતિક્રયાઓ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે સરકાર લોકોને વાસ્તવિક મુદ્દાઓથી ભટકાવાનો પ્રયાસ કરી રહી છે. પહેલા કોણ દેશના પૈસા લઈને ભાગી ગયા ? અને કોણ LIC અને SBI ના પૈસા લઈને અમીર બન્યા ? અને અઢી વર્ષમાં 12 લાખ રુપિયા કોણે કમાયા કોની સંપત્તીવધી તેનો જવાબ આપો અમે તેનો જવાબ માગી રહ્યા છે અને તમે મુદ્દાને ભટકાવવાનોપ્રયાસ કરી રહ્યા છો .
કોર્ટે માનહાનીના કેસમાં સજા સંભાવતા સભ્યપદ માટે અયોગ્ય
તમને જણાવી દઈએ કે કેરળની વાયનાડ સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહેલા રાહુલ ગાંધીને શુક્રવારે સુરતની કોર્ટ દ્વારા માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવતાં લોકસભાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.
સુરત કોર્ટે રાહુલ ગાંધીને સંભળાવી હતી આ સજા
રાહુલ ગાંધીને બંધારણની કલમ 102(1) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 8 હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. નોંધનીય છે કે સુરતની એક કોર્ટે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ પર ટિપ્પણી કરવા બદલ 2019માં દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે કોર્ટે રાહુલ ગાંધીને જામીન પણ આપ્યા અને તેમની સજાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવી દીધી, જેથી કોંગ્રેસના નેતાઓ ચુકાદાને પડકારી શકે.
આ પણ વાંચો : રાહુલ ગાંધીનું સાંસદપદ ગયું ! લોકસભાના સભ્યપદેથી હટાવાયા