ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત આંદોલન પાછળ ખાલિસ્તાનનો હાથ, સોશિયલ મીડિયા પર વાયરલ ઓડિયોમાં દાવો, તમે પણ સાંભળો

Text To Speech

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : ખેડૂતો તમામ પાક માટે MSPની કાયદેસર ગેરંટી અને અન્ય માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે. રવિવારે ખેડૂતોના વિરોધનો(farmer protest) છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ખેડૂતોના વિરોધને લઈને ઓડિયો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં આંદોલનકારી ખેડૂતોના ઈરાદા અંગે સનસનાટીભર્યા દાવા કરવામાં આવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો ઓડિયો વાયરલ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘ભારત અને ભારત સરકાર માટે સમસ્યા ઊભી કરવા ખાલિસ્તાનીઓ (Khalistani) માટે ખેડૂતોનો વિરોધ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ભારત સરકારને દબાવવા માટે ખેડૂત આંદોલન સારું છે

ઓડિયો ક્લિપમાં એક વ્યક્તિ કહે છે, “આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ સારું હથિયાર છે. તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. આ બધા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. પંજાબ, ખાલિસ્તાન તેમની પાછળ છે. તેઓ બીજા વધુ એજન્ડા રાખશે.”, વધુ અથડામણ થશે, અરાજકતા ફેલાશે, ખેડૂતોનું આંદોલન સરકારને દબાવવા માટે શ્રેષ્ઠ છે. તેની પાછળ પંજાબ અને ખાલિસ્તાન ઉભા છે. ખેડૂતોનો વિરોધ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સરકારને દબાવવા અને તેને ઘેરવા માટે બેસ્ટ હથિયાર છે.

ખેડૂતોના વિરોધને લઈને આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં વડાપ્રધાનને ધમકી આપવામાં આવી છે. એક વીડિયોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે તે પંજાબમાં પગ મૂકશે ત્યારે તેને પાઠ ભણાવવામાં આવશે. એક વીડિયોમાં કથિત ખેડૂતો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે કે આગામી 2-3 વર્ષમાં વડાપ્રધાન મોદીને મારી નાખવામાં આવશે.

‘હરે કૃષ્ણ, હરે રામ’નો મહામંત્ર આપનાર ચૈતન્ય મહાપ્રભુજીની આજે જન્મતિથિ

Video: શાળાની ફેરવેલ પાર્ટીમાં હેલિકોપ્ટરથી પહોંચ્યો વિદ્યાર્થી, જોઈને વિધાર્થીઓ ચોંકી ગયા

Back to top button