વર્લ્ડ

ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોએ સ્વામિનારાયણ મંદિરમાં કરી તોડફોડ

Text To Speech

ખાલિસ્તાન સમર્થકોએ વેસ્ટર્ન સિડનીના રોઝહિલમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી છે. શુક્રવારે સવારે મંદિરના મેનેજમેન્ટને તોડફોડની જાણ કરવામાં આવી હતી. સવારે જ્યારે પૂજારીઓ મંદિર પહોંચ્યા તો તેમને જોયું કે મંદિરની સામેની દીવાલ તૂટેલી હતી અને ગેટ પર ખાલિસ્તાની ઝંડો લટકાવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની ગતિવિધિઓમાં લગભગ બે મહિનાની શાંતિ બાદ આ ઘટના બની છે.

શુક્રવારે સવારે મંદિરે પહોંચેલી સેજલ પટેલે જણાવ્યું કે આજે સવારે જ્યારે હું પ્રાર્થના માટે આવી ત્યારે મેં સામેની દિવાલ તૂટેલી જોઈ. તેણે કહ્યું કે, તોડફોડની ઘટના જોયા બાદ મેં મંદિર પ્રબંધનને જાણ કરી હતી. આ અંગેની માહિતી NSW પોલીસને આપવામાં આવી હતી. મંદિર મેનેજમેન્ટે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ NSW પોલીસના અધિકારીઓ મંદિર પહોંચ્યા અને તપાસમાં લાગી ગયા. આ મામલે તપાસ કરવા મંદિર મેનેજમેન્ટ દ્વારા પોલીસને સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં મેલબોર્નમાં ત્રણ મંદિરો અને બ્રિસ્બેનમાં બે મંદિરોને ખાલિસ્તાન સમર્થકોએ નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો : Morbi Bridge Tragedy : ગુજરાત હાઈકોર્ટે 3 સિક્યોરિટી ગાર્ડને જામીન આપ્યા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 મેના રોજ QUAD સમિટ માટે સિડની જઈ રહ્યા છે. જ્યારે અલ્બેનીઝ ભારતની મુલાકાતે હતા ત્યારે પીએમ મોદીએ હિન્દુ મંદિર પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે ભારતના વડાપ્રધાન મોદીને કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા મંદિરો વિરુદ્ધ કોઈપણ કાર્યવાહીને સહન કરશે નહીં. તેમણે કહ્યું કે આપણે સહિષ્ણુ બહુસાંસ્કૃતિક રાષ્ટ્ર છીએ અને ઓસ્ટ્રેલિયામાં આ પ્રવૃત્તિ માટે કોઈ સ્થાન નથી.

Back to top button