કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની હિન્દુ મંદિરને નિશાન બનાવવાની ધમકી,સાંસદ દ્વારા કાર્યવાહીની માંગ
- ખાલિસ્તાની સમર્થકો દ્વારા લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવવાની ધમકી
- ભારતીય મૂળના કેનેડાના સાંસદ દ્વારા કડક કાર્યવાહીની હાંકલ કરવામાં આવી
કેનેડા : ખાલિસ્તાની સમર્થકો અને પ્રવૃત્તિઓને લઈને ભારત-કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન, ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ સોમવારે કેનેડાના સરેમાં ખાલિસ્તાની સમર્થકોનો એક કથિત વીડિયો શેર કર્યો હતો, જેમાં દાવો કર્યો હતો કે, તેઓ હિન્દુ લક્ષ્મી નારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માગે છે. કેનેડાના સાંસદ આર્યએ કડક કાર્યવાહીની માંગ કરતાંકહ્યું કે, “જો કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ગયા અઠવાડિયે સરેમાં ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાની જૂથ સરેના હિન્દુ લક્ષ્મીનારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે.”
Last week Khalistan supporters verbally abused a Sikh family outside a Sikh Gurdwara in Surrey BC according to some reports.
Now it appears the same Khalistan group want to create trouble at the Hindu Laxmi Narayan Mandir in Surrey.
All these are being done in the name of… https://t.co/szTznICBo0— Chandra Arya (@AryaCanada) November 20, 2023
કેનેડિયન સત્તાવાળાઓ કાર્યવાહી કરે : સાંસદ
કેનેડાના સાંસદ આર્યએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ટ્વિટર પર શેર કર્યો છે. તેમજ સત્તાધીશોને કાર્યવાહી કરવા અને કડક પગલાં લેવા હાકલ કરી છે. સાંસદ ચંદ્ર આર્યએ લખ્યું કે, કેટલાક અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે સરેમાં ગુરુદ્વારાની બહાર એક શીખ પરિવાર સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. હવે એવું લાગે છે કે આ જ ખાલિસ્તાની જૂથ સરેના હિન્દુ લક્ષ્મીનારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માંગે છે.” વધુમાં કહ્યું કે, “આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું છે. તેથી ફરી એકવાર હું કેનેડિયન સત્તાવાળાઓને આગળ વધવા અને પગલાં લેવાનું કહી રહ્યો છું.”
પાછલા વર્ષોમાં ઘણી વખત હિંદુ મંદિરો પર થયાં હુમલા
આર્યએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુ મંદિરો પર ઘણી વખત હુમલા થયા છે. હિન્દુ-કેનેડિયનો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ગુનાઓ કરવામાં આવી રહ્યા છે. આ વસ્તુઓને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવાની મંજૂરી આપવી સ્વીકાર્ય નથી.”
ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી હતી તોડફોડ
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં કેનેડામાં એક હિંદુ મંદિરમાં ઉગ્રવાદી તત્વો દ્વારા ખાલિસ્તાન જનમત સંગ્રહના પોસ્ટરો સાથે તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના દરવાજા પરના પોસ્ટરમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા અને નિયુક્ત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ હતી, જે આ વર્ષે જૂનમાં માર્યો ગયો હતો.
આ પણ જુઓ :કેનેડાના મંત્રી મેરી એનજીની મોદી સરકારને ધમકી, કહ્યું- ‘હત્યાકાંડની તપાસ સુધી ભારત સાથે વેપાર…’