ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખાલિસ્તાની પન્નુ કેસઃ SCએ નિખિલ ગુપ્તાના સંબંધીઓની અરજી ફગાવી

  • અરજીમાં સંભવિત પ્રત્યાર્પણ સામે લડવા માટે કાનૂની સહાયની વિનંતી કરવામાં આવી
  • કોર્ટ આ કેસમાં વધુ કઈ કરી શકે નહીં, વિયેના કન્વેન્શન હેઠળ કોન્સ્યુલર એક્સેસ મળી ચૂક્યુ છે : SC

નવી દિલ્હી, 4 જાન્યુઆરી : પન્નુની હત્યાના કાવતરામાં US દ્વારા દોષિત જાહેર કરવામાં આવેલા ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાના સંબંધીઓની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપનો સામનો કરી રહ્યા છે. અરજીમાં તેના પર લગાવવામાં આવેલા આરોપ અને સંભવિત પ્રત્યાર્પણ સામે લડવા માટે કોન્સ્યુલર એક્સેસ અને કાનૂની સહાયની વિનંતી કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે, “કોર્ટ આ કેસમાં વધુ કઈ કરી શકે નહીં. તમે વિયેના કન્વેન્શન હેઠળ કોન્સ્યુલર એક્સેસ માટે હકદાર છો, જે તમને પહેલેથી જ મળી ચૂક્યું છે. “

 

‘કોર્ટ આ મામલામાં હસ્તક્ષેપ કરી શકે નહીં’

ખંડપીઠે ગુપ્તાના સંબંધીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સી.એ. સુંદરમને કહ્યું હતું કે, અદાલતે વિદેશી અદાલતના અધિકારક્ષેત્ર-સાર્વભૌમત્વ અને તે અધિકારક્ષેત્રના કાયદાને સમર્થન આપવું જોઈએ. જેના જવાબમાં ખંડપીઠે જણાવ્યું કે, તે આ કેસના ગુણદોષની તપાસ કરી શકે નહીં. વકીલ સુંદરમને જ્યારે એ હકીકત રજૂ કરવાનો પ્રયાસ કર્યો કે, “ગુપ્તાને એકાંત કેદમાં રાખવામાં આવ્યો છે અને તેના પર આરોપ લાગ્યા પછી કોન્સ્યુલર એક્સેસ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે” તે અંગે કોર્ટે કહ્યું કે, “અમે વિદેશી કોર્ટ વિશે ચર્ચા કરવાની મંજૂરી આપીશું નહીં.”

ગુપ્તાના વકીલે માનવાધિકારના મુદ્દાના આધારે કરી દલીલ

સુંદરમને માનવાધિકારના મુદ્દા પર ભાર મૂક્યો હતો તેમજ ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય પાસેથી મદદ માંગવાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે, પૂરતી મદદ આપવામાં આવી નથી. સુંદરમે કહ્યું કે, “હું એક ભારતીય નાગરિક છું..મને વિદેશી દેશમાં મારી રક્ષા કરવા સક્ષમ બનાવવા માટે કોઈ સહાય મળી નથી. કોન્સ્યુલર એક્સેસનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ એકવાર આવીને તમને મળે અને પછી દેખાઈ નહીં,”

ગયા વર્ષે 17 સપ્ટેમ્બરે, બેન્ચે નોંધ્યું હતું કે, ગુપ્તાને આ મામલે કોન્સ્યુલર એક્સેસ મળ્યો છે અને તેણે દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી કરી છે, જ્યાં કેટલાક આદેશો પસાર કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ, સુપ્રીમ કોર્ટે ગુપ્તાના પરિવારના સભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજી પર સુનાવણી ટાળી દીધી હતી.

ગુપ્તાની ચેક રિપબ્લિકમાં કરવામાં આવી હતી ધરપકડ

ગુપ્તાને 30 જૂનના રોજ ચેક રિપબ્લિકમાં પકડવામાં આવ્યો હતો અને તેણે ગોમાંસ અને ડુક્કરનું માંસ ખાવાની ફરજ પાડવામાં આવી હોવાના આરોપ સાથે તેના એકાંત કેદ દરમિયાન ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનનો તેના વકીલ સુંદરમને દાવો કર્યો હતો. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેને કોન્સ્યુલર એક્સેસ, ભારતમાં તેમના પરિવારનો સંપર્ક કરવાની ક્ષમતા અને કાનૂની રીતે સુરક્ષિત કરવાની સ્વતંત્રતાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે.

ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર શું છે આરોપ

ગયા વર્ષે 29 નવેમ્બરના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેડરલ પ્રોસિક્યુટર્સે ગુપ્તા પર અમેરિકન ધરતી પર પન્નુનની હત્યાના નિષ્ફળ કાવતરામાં કથિત સંડોવણીના સંબંધમાં આરોપ મૂક્યો હતો. જેમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા છે. US સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ગુપ્તાએ ન્યૂયોર્ક સિટીમાં રહેતા શીખ અલગતાવાદી નેતાને ખતમ કરવા માટે હત્યારાને 100,000 યુએસ ડોલર ચુકવ્યા હતા. જે દરમિયાન, ફરિયાદીઓએ જણાવ્યું હતું કે, ચેક સત્તાવાળાઓએ યુએસ અને ચેક રિપબ્લિક વચ્ચેની દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિને પગલે 30 જૂને ગુપ્તાની ધરપકડ કરી હતી.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

આ પણ જુઓ :રામલલાના જળાભિષેક માટે પાકિસ્તાન સહિત 155 દેશોમાંથી જળ એકત્ર કરાયું

Back to top button