અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ખાલિસ્તાની આતંકીઓની ગુજરાતીઓને ધમકી, ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’, ક્રાઇમ બ્રાન્ચે કર્યો ખુલાસો

Text To Speech

ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના પ્રીરેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો. જે અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પ્રીરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કર્યો છે.

ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતીઓને આપી ધમકી

અમદાવાદના મોટેરાના નમો સ્ટેડિયમમાં ભારત -ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહ્યા હતા. જેથી આખી દુનિયામાં આ મેચ ચર્ચાનું કેન્દ્ર રહી હતી. ત્યારે આ દરમિયાન જ ગુજરાતમાં અનેક લોકોને ધમકી ભર્યા ઓડિયો-વીડિયો મેસેજ અને કોલ મળ્યા હતા. જેને લઈને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતુ અને ક્રાઈમ બ્રાન્ચ આ અંગે તપાસ કરી કરી હતી. ત્યારે આ પાછળ ખાલિસ્તાનીઓનું ષડયંત્ર હોવાનું જાણવા મળ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખાલિસ્તાનવાદી ગુરપરવંતસિંહ પન્નુએ આ ધમકી વાયરલ કરી હોવાનું ખૂલ્યું છે.

ગુજરાતીઓને ધમકી-humdekhengenews

ક્રાઈમ બ્રાન્યે વાયરલ મેસેજ અંગે કરી તપાસ

ધમકી મળ્યા પછી ક્રાઈમ બ્રાન્ચે આ અંગે તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે આ વાયરલ વીડિયો અને ઓડિયોમાં મેસેજ યુએસ સ્થિત વકીલ અને શીખ્સ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા કરવામા આવ્યા હતા. તેને મેચ દરમિયાન બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. અને આ મેસેજ કરવાનો તેનો હેતુ ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા લોકોમાં ભયનો માહોલ પેદા કરવાનો હતો.

વાયરલ મેસેજમાં શું ધમકી મળી હતી ?

9 માર્ચે અમદાવાદના મોટેરાના નમો સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી હતી. ત્યારે કેટલાક લોકોના ફોનમાં ધમકી ભર્યા મેસેજ મળ્યા  હતા કે ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે અને ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવશે એટલેખાલિસ્તાન તરફી શીખો અને ભારતીય પોલીસ વચ્ચે તમે બલીનો બકરો ન બનતા અને ‘ઘરમાં રહો અને સુરક્ષતિ રહો’, આ પ્રકારનો મેસેજ વાયરલ થયો હતો. તેમજ તેમા વડાપ્રધાન વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. આ મેસેજ વાયરલ થયા પછી મોટેરાના નમો સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. અને આ અંગે તપાસ કરવામા આવી હતી.

આ પણ વાંચો : સાવધાન ! રાજકોટમાં ફરી એક વાર કોરોનાનો ઉથલો, એક તબીબ સહિત 6 કોરોનાગ્રસ્ત

Back to top button