ટોપ ન્યૂઝવર્લ્ડ

લંડન બાદ સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન સમર્થકોની હિંસકતા, ભારતીય દૂતાવાસને નિશાન બનાવ્યું

Text To Speech

લંડન બાદ સાન ફ્રાન્સિસ્કોમાં પણ ખાલિસ્તાની સમર્થકોએ હંગામો કર્યો છે. ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે રવિવારે રાત્રે અહીં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલો કરીને નુકસાન પહોંચાડ્યું હતું. ખાલિસ્તાન સમર્થકોની આ કાર્યવાહી ‘વારિશ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહના સમર્થનમાં કરવામાં આવી રહી છે. ભારતીય-અમેરિકનો દ્વારા આની સખત નિંદા કરવામાં આવી છે. તેમજ આ માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી.

આ પણ વાંચો : ઓસ્કારમાં કડકડાટ અંગ્રેજી બોલતી દીપિકા પાદુકોણ માત્ર આટલું ભણી છે, આ કારણે છોડ્યો હતો અભ્યાસ

તમને જણાવી દઈએ કે યુકેમાં ખાલિસ્તાન સમર્થકોના એક જૂથે 19 માર્ચે ભારતીય હાઈ કમિશનની બહાર પ્રદર્શન કર્યું હતું, અલગતાવાદી નેતા અમૃતપાલના ધ્વજ અને પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અમૃતપાલ સિંહની તસવીર સાથેના પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે મુક્ત અમૃતપાલ સિંહ, અમને ન્યાય જોઈએ છે, અમે અમૃતપાલ સિંહ સાથે ઊભા છીએ. ખાલિસ્તાન સમર્થકોએ હંગામો મચાવ્યો હતો અને ભારતીય હાઈ કમિશનની બહાર દેખાવો કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારત વિરોધી નારા પણ લગાવ્યા હતા. વાયરલ વીડિયોમાં એક ખાલિસ્તાની ભારતીય ધ્વજ ઉતારતો જોવા મળ્યો હતો. ખાલિસ્તાની સમર્થકોના પ્રદર્શનને રોકવા માટે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે અમૃતપાલસિંહ પર પંજાબ પોલીસ દ્વારા કડક કાર્યવાહી બાદ ખલિસ્તાન સમર્થકો પોતાની નાપાક હરકતો કરી રહ્યા છે.

Back to top button