દિલ્હી-NCRમાં ખાલિસ્તાની સ્લીપર સેલ સક્રિય, ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપી મોટા હુમલાની ચેતવણી
માહિતી અનુસાર, વિકાસપુરી, જનકપુરી, પશ્ચિમ વિહાર, પીરાગઢી અને પશ્ચિમ દિલ્હીના અન્ય ભાગોમાં ખાલિસ્તાની તરફી પોસ્ટરો જોવા મળી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ કોઈ મોટા ષડયંત્રની આશંકા વ્યક્ત કરાઈ છે.
આ પણ વાંચો : ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી પર જીવલેણ હુમલો, કારમાંથી નીચે ઉતરતા જ ASIએ મારી ગોળી
દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર ખાલિસ્તાની સ્લીપર સેલ સક્રિય થઈ ગયા છે. સુરક્ષા એજન્સીઓએ પણ મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ખાલિસ્તાની સ્લીપર સેલના આતંકવાદી નેટવર્ક સક્રિય હોવાનું જાણવા મળ્યું છે. કહેવામાં આવ્યું કે પશ્ચિમ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ખાલિસ્તાન તરફી પોસ્ટર જોવા મળ્યા છે. જેના કારણે પોલીસમાં પણ ખળભળાટ મચી ગયો છે.
આતંકવાદી હુમલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાની સ્લીપર સેલ નેશનલ કેપિટલ રિજનમાં આતંકી હુમલા કરી શકે છે. વિકાસપુરી, જનકપુરી, પશ્ચિમ વિહાર, પીરાગઢી અને પશ્ચિમ દિલ્હીના અન્ય ભાગોમાં ખાલિસ્તાની તરફી પોસ્ટરો દેખાય છે, સુરક્ષા એજન્સીઓને શંકા છે કે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ દ્વારા આ વિસ્તારોમાંથી ખાલિસ્તાની તરફી પોસ્ટરો તાત્કાલિક દૂર કરવામાં આવ્યા હતા અને દિવાલોને ફરીથી રંગવામાં આવી હતી. બે જૂથો (153-B) વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવુ અને ગુનાહિત કાવતરા (120-B) અંતર્ગત ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમો હેઠળ પણ અહીં કેસ નોંધવામાં આવ્યો હતો.
પોલીસ સીસીટીવી ચેક કરી રહી છે
આ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં શાંતિ અને સૌહાર્દને ખલેલ પહોંચાડવાની યોજના બનાવી રહેલા ખાલિસ્તાની સંગઠનો વિશે ગુપ્તચર એજન્સીઓના ઇનપુટને કારણે, પોલીસે તકેદારી વધારી છે અને શંકાસ્પદ વ્યક્તિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.