મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડની કરાઈ ધરપકડ


રાજકોટમાં મારામારીના ગુનામાં લોક કલાકાર દેવાયત ખડવ છેલ્લા દસ દિવસથી ફરાર હતો જે બાદ હુમલાનો ભોગ બનનાર મયુરસિંહના પરિવારે PMOમાં ફરિયાદ કરી હતી. જે બાદ 9 દિવસ બાદ ખડવદ આજે પોલીસ સમક્ષ હાજર થયો હતો. જે બાદ રાજકોટ પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી .
આગોતરા જામીન અરજી કરાઈ હતી
છેલ્લા ઘણા દિવસથી ફરાર દેવાયત ખવડે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે બાદ ખવડેને જામીન ન મળે એ માટે પોલીસ દ્વારા એક સોગંદનામુ તૈયાર કરવામાં આવ્યું હતુ. જેમાં દેવાયતના અગાઉના કારનામાંની પણ પોલ ખોલી 2015 અને 2017માં નોંધાયેલ ફરિયાદનો ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ : મારામારીના ગુનામાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડે મુક્યા આગોતરા જામીન
વધુ સુનવણી હાથ ધરાય તે પહેલા હાજર થયો ખવડ
લોક સાહિત્ય કાર દેવાયત ખવડ મયુરસિંહ રાણા નામના યુવક ઉપર હુમલો કર્યો હતો. જે બાદ તે કેટલાય દિવસથી ગાયબ થઈ ગયો હતો. ત્યારે ઘણા સમયથી ધરપકડ ન કરાતા મયુર રાણાના પરિવારે પીએમઓના દરવાજા ખખડાવ્યા હતા. તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ પોલીસ કમિશનરની ઓફિસે ઉમટી પડ્યા હતા અને વિરોધ કર્યો હતો.
જે બાદ પોલિસે દેવાયતની ધરપકડની ખાતરી આપી હતી. ત્યારે આવતીકાલે કોર્ટમાં આગોતરા જામીનને લઈ વધુ સુનવણી હાથ ધરવામાં આવે તે પૂર્વે જ દેવાયત ખવડ પિંજરે પુરાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જોકે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે કે પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે તે અંગે હજુ કોઈ સ્પસ્ટતા નથી. પણ દેવાયતની ધરપકડ કરી લેવામાં આવી છે.
શું હતો મામલો?
દેવાયત ખવડે પોતાના સાગરીત સાથે એક વ્યક્તિ સાથે જાહેરમાં મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામાના શખ્સને માર મારવામાં આવ્યો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. જેને હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.