‘Brahmastra 2’માં રોકસ્ટાર યશ જોવા મળશે? અયાન મુખર્જીએ કહ્યું ક્યારે રિલીઝ થશે ફિલ્મ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા’એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. અયાન મુખર્જીની સાયન્સ ફિક્શન ફિલ્મે લગભગ 430 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ‘બ્રહ્માસ્ત્ર’ના પહેલા ભાગની સફળતા બાદ દર્શકો અને ચાહકો બીજી ફિલ્મને લઈને ઉત્સાહિત છે. આ વખતે દિગ્દર્શક અયાનની નજર ટ્રાયોલોજીની બીજી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ ટુ – દેવ’ પર છે.
‘Brahmastra 2’ ક્યારે રિલીઝ થશે
‘બ્રહ્માસ્ત્રઃ પાર્ટ ટુ-દેવ’ આવતા વર્ષે રિલીઝ થવાની હતી. હવે નિર્દેશક અયાન મુખર્જીએ જણાવ્યું કે ફ્રેન્ચાઈઝીની બીજી ફિલ્મ 2025 સુધીમાં રિલીઝ થશે. હવે એવા સમાચાર છે કે પહેલી ફિલ્મની જેમ બીજી ફિલ્મની રિલીઝમાં પણ વિલંબ થઈ શકે છે. આના પર અયાને કહ્યું, “અમે બીજી ફિલ્મ માટે 10 વર્ષ નહીં લઈએ. જો 10 વર્ષ પછી બીજો ભાગ રિલીઝ થશે તો તે ફિલ્મ કોઈ જોશે નહીં.”
સાઉથ સુપરસ્ટાર યશ દેવનો રોલ પ્લે કરશે ?
બીજી ફિલ્મમાં ક્રૂ લિસ્ટ કોણ છે? ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હશે? ‘દેવ’નો રોલ કોણ પ્લે કરશે? ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ 2 – દેવ’ની જાહેરાત થઈ ત્યારથી જ આ સવાલ છે. આ રોલ માટે ક્યારેક રણવીર સિંહનું નામ આવે છે, ક્યારેક યશનું, તો ક્યારેક રિતિક રોશનનું. ‘દેવ’ના રોલમાં કયો સ્ટાર જોવા મળશે? આ સવાલનો જવાબ હજુ સુધી અયાને આપ્યો નથી. અયાનના મતે જવાબ જાણવા માટે હજુ થોડા દિવસો રાહ જોવી પડશે.
આ પણ વાંચોઃ Brahmastra: સતત Boycott વચ્ચે ફિલ્મની 1 લાખથી વધુ ટિકિટો વેચાઈ
અયાને કહ્યું કે તે લગભગ સાત વર્ષથી ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છે. તે તેની ડ્રીમ ફિલ્મ ખૂબ જ સારી રીતે બનાવવા માંગે છે, ભલે તેમાં થોડો વધુ સમય લાગે. તેથી, ઓડિયન્સની ડિમાન્ડ્સને ધ્યાનમાં રાખીને અયાન ફિલ્મ પર કામ કરી રહ્યો છે.