ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના નવા બેટિંગ કોચ બનવા માંગે છે કેવિન પીટરસન, ખુલ્લેઆમ કરી જાહેરાત

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક :   ટીમ ઈન્ડિયાએ 2024 માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો અને આ સાથે મુખ્ય હેડ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયો. જે બાદ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા. અભિષેક નાયર ગૌતમ ગંભીર સાથે ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ બન્યા, જ્યારે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર મોર્ને મોર્કેલ બોલિંગ કોચ તરીકે જોડાયા. ટી દિલીપ  ફિલ્ડિંગ કોચ રહ્યા, જ્યારે રાયન ટેન ડોશેટને બીજા સહાયક કોચ બનાવવામાં આવ્યા. દ્રવિડના કાર્યકાળ દરમિયાન, વિક્રમ રાઠોર  બેટિંગ કોચ હતા, જ્યારે પારસ મ્હામ્બ્રે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ હતા. ગૌતમ ગંભીરના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયા જે રીતે પતનનો સામનો કરી રહી છે, તે જોતાં સમાચાર છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફરીથી ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કોચની શોધમાં છે, આ સમાચાર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. મીડિયામાં ફેલાયેલા સમાચાર પછી, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને તેમની ઉપલબ્ધતા જાહેર કરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ટીમ ઈન્ડિયા માટે નવા બેટિંગ કોચની શોધ અંગે સોશિયલ મીડિયા પરની પોસ્ટના જવાબમાં કેવિન પીટરસને લખ્યું, ‘Available!(‘ઉપલબ્ધ!’)તાજેતરના ભૂતકાળમાં બોલિંગમાં ભારતીય ટીમનું પ્રદર્શન સંપૂર્ણપણે જસપ્રીત બુમરાહ પર નિર્ભર રહ્યું છે. જ્યારે બેટિંગમાં, યશસ્વી જયસ્વાલ સિવાય, બીજો કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નથી.

રોહિત શર્મા અને વિરાટ કોહલીની સતત નિષ્ફળતા બાદ એવી ચર્ચા છે કે ટીમ ઈન્ડિયાને હાલમાં એક સારા બેટિંગ કોચની જરૂર છે. કેવિન પીટરસનની વાત કરીએ તો, તે 44 વર્ષના છે અને તેમણે ઇંગ્લેન્ડ માટે કુલ 104 ટેસ્ટ, 136 વનડે અને 37 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પીટરસનના ત્રણેય ફોર્મેટમાં અનુક્રમે ૮૧૮૧, ૪૪૪૦ અને ૧૧૭૬ રન છે. આ ઉપરાંત, તેણે ત્રણેય ફોર્મેટમાં 10, 7 અને એક વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો : ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’-૨૦૨૫/ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની હાજરીમાં યોજાયો રાજ્યકક્ષાનો કાર્યક્રમ

Back to top button