કેવડા ત્રીજ : મહિલાઓએ કર્યું અખંડ સૌભાગ્યના આશિષ માટે ત્રીજનું વ્રત


પાલનપુર: જે વ્રતના પ્રતાપે માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ તેવા કેવડા ત્રીજના વ્રતની મહિલાઓએ ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરી હતી .ડીસાના ત્રણ અનુમાન મંદિરે મોટી સંખ્યામાં બહેનોએ પૂજન અર્ચના કરીને મહાદેવને કેવડાનું પાન અર્પણ કરે છે.વર્ષમાં માત્ર ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવે છે. એટલે આ તિથી કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે.આ દિવસનો મહત્વ એ છે કે, જ્યારે સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. અને ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો માણીગર પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવા વર્ષમાં માત્ર આ એક જ દિવસે મહાદેવને કેવડાનું પાન અર્પણ કરવામાં આવતું હોય છે.
ત્યારે ડીસાના ત્રણ હનુમાન મંદિરે માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવાં કે, બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે અર્પણ કરી મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરાયું હતું.પૂજન બાદ બહેનોએ કેવડા ત્રીજની કથાનું વાંચન શ્રવણ કરી ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરી હતી. જ્યારે કુંવારી કન્યાઓએ વ્રત કરી સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી.