કેતુ ગોચરથી ચાર રાશિના લોકોને લાભ થશે, લાઈફમાં આવશે પોઝિટિવ ફેરફારો
- કેતુને માયાવી ગ્રહ માનવામાં આવે છે, પરંતુ તેનું ગોચર ઘણી વખત સારા પરિણામ પણ આપે છે. જાણો મે, 2025માં કેતુ ગોચરથી કઈ રાશિને ફાયદો થશે?
HD ન્યુઝ ડેસ્કઃ કેતુનું રાશિ પરિવર્તન મેષથી મીન સુધીની રાશિઓને અસર કરે છે. કેતુને જ્યોતિષમાં માયાવી ગ્રહનો દરજ્જો મળેલો છે. એવું નથી કે કેતુનું ગોચર હંમેશા રાશિચક્ર પર અશુભ અસર કરે છે. કેતુની સ્થિતિના આધારે, તે કોઈપણ રાશિને શુભ કે અશુભ અસર આપે છે. કેતુ 2025માં તેની રાશિ બદલશે અને તમામ 12 રાશિઓને અસર કરશે. 18 મે, 2025ના રોજ કેતુ કન્યા રાશિમાંથી સિંહ રાશિમાં જશે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. કેતુનું સિંહ રાશિમાં ગોચર 18 મે 2025ના રોજ સાંજે 04:30 કલાકે થશે. આ પછી કેતુ 05 ડિસેમ્બર 2026 ના રોજ કર્ક રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં કેતુનું ગોચર અમુક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. જાણો કઈ રાશિને કેતુ ગોચરથી ફાયદો થશે?
મિથુન (ક,છ,ધ)
મિથુન રાશિના જાતકો માટે કેતુનું ગોચર સુખદ પરિણામ આપશે. કેતુ તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે. આવકના નવા સ્ત્રોત બનશે. આત્મવિશ્વાસ સાથે કામમાં આગળ વધશો. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પૈસા આવશે. નોકરીમાં પ્રમોશનની સાથે આવકમાં વધારો થવાના સંકેત છે. પારિવારિક જીવન સુખમય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વૃશ્ચિક રાશિના લોકો માટે કેતુનું ગોચર શુભ રહેશે. કેતુ તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. તમને પૈસા અને કરિયર સંબંધિત સારા પરિણામ મળશે. માન-સન્માનમાં વધારો થશે. નોકરી અને વ્યવસાયમાં તમને કેટલીક સારી તકો મળશે. કાર્યસ્થળ પર તમને સિનિયર્સનો સહયોગ મળશે. રોકાણની સારી તકો મળી શકે છે. નાણાકીય લાભના સંકેતો છે.
સિંહ (મ,ટ)
કેતુનું ગોચર સિંહ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. આત્મવિશ્વાસ વધશે. બચત કરવામાં સફળતા મળશે. નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે. કામમાં આવતી અડચણોનો અંત આવશે. જમીન, મકાન અને વાહનની ખરીદી શક્ય છે.
ધન (ભ,ધ,ફ,ઢ)
ધન રાશિના લોકો માટે કેતુનું ગોચર લાભદાયી રહેશે. પિતાના સહયોગથી આર્થિક લાભ થશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમને સારી તકો મળી શકે છે. સિનિયર્સનો સહયોગ મળશે.
આ પણ વાંચોઃ રાહુ કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ, આ ચાર રાશિઓનું બેન્ક બેલેન્સ વધશે
આ પણ વાંચોઃ નાગા સાધુ અને તાંત્રિક વચ્ચે શું તફાવત હોય છે?