ગુજરાત પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર મંડળે GIFT City ની મુલાકાત લીધી
ગાંધીનગર, 19 ડિસેમ્બર : ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે આજે ત્રીજા દિવસે GIFT, ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળે અહીં આવેલા ફોરેન એક્સચેન્જની રૂબરૂ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી. મંડળે ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)નાં અઘ્યક્ષ કે.રાજારમણ સાથેની મુલાકાત કરી હતી.
અધ્યક્ષ કે.રાજારમણે અહીં શરૂ થતાં વેપાર, કંપનીને કઈ રીતે અને કેટલો ફાયદો થાય છે? તે માહિતી આપી હતી. તેમજ GIFT સીટીનાં વેપાર, રોજગાર ઉપરાંત અન્ય ફાયદાઓ વિશે માહિતી આપી હતી.
પત્રકારોએ ગિફ્ટ સિટી અને કૂલિંગ પ્લાન્ટની પણ મુલાકાત લઈ તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ સાંજે સાબરમતી રિવરફ્રન્ટ ડેલપમેન્ટ પ્રોજક્ટ ઓફિસની મુલાકાત લઈ તેમણે સાબરમતીની કઈ રીતે કાયાપલટ કરવામાં આવી તેનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું અને રિવર ક્રૂઝ અને ગુજરાતી ભોજનનો આનંદ પણ માણ્યો હતો.
આ પણ વાંચો :- રાજ્યના 142 કિમીના 5 રસ્તાઓ રિસરફેસીંગ કરવા રૂ.131 કરોડ મંજૂર