Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

કેરળ હાઈકોર્ટનો રાજ્ય સરકારને મોટો ઝટકો: સરકારી કર્મચારીઓને મેસેજ મોકલવા પર તાત્કાલિક રોક

નવી દિલ્હીઃ 24 ફેબ્રુઆરી, 2026: કેરળ સરકારને હાઈકોર્ટ તરફથી જોરદાર ફટકો પડ્યો છે. હાઈકોર્ટે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ને નિર્દેશ આપ્યો છે કે તેઓ સરકારી કર્મચારીઓને પ્રોપગેન્ડા કે સિદ્ધિઓના મેસેજ મોકલવાનું તાત્કાલિક બંધ કરે.

શું છે સમગ્ર મામલો?

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના એક કર્મચારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન આ આદેશ આપવામાં આવ્યો છે. અરજદારનો આક્ષેપ છે કે CMO એ ગેરકાયદે રીતે કર્મચારીઓના ખાનગી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી મેળવ્યા છે અને તેનો ઉપયોગ સરકારની ઉપલબ્ધિઓ જણાવતા મેસેજ મોકલવા માટે કરવામાં આવી રહ્યો છે.

કોર્ટે ઉઠાવ્યા ગંભીર સવાલો

હાઈકોર્ટે સરકાર પાસે સ્પષ્ટતા માંગતા નીચે મુજબના પ્રશ્નો પૂછ્યા છે કે, CMO પાસે સરકારી કર્મચારીઓના અંગત મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ક્યાંથી આવ્યા? શું આ કર્મચારીઓની પ્રાઈવસી (નિજતા) ના અધિકારનું ઉલ્લંઘન નથી? શું ડેટા મેળવવા માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી?

‘SPARK’ પોર્ટલ શંકાના દાયરામાં

અરજીમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, કર્મચારીઓનો ડેટા ‘SPARK’ (Service Pay Roll Administrative Repository for Kerala) પોર્ટલ પરથી લેવામાં આવ્યો હોઈ શકે છે. આ એક ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ છે જ્યાં કર્મચારીઓના પગાર અને HR સંબંધિત તમામ વિગતો હોય છે.

આગામી સુનાવણી

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શુક્રવારની આગામી સુનાવણી સુધી આવા કોઈ પણ મેસેજ કર્મચારીઓને મોકલવા નહીં. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ ડેટાના ઉપયોગ અંગે કોર્ટમાં શું ખુલાસો કરે છે.

Back to top button