ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, એક્સાઇઝ પોલિસી મામલે EDને કેસ ચલાવવા LGએ આપી મંજૂરી

Text To Speech
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 5 ડિસેમ્બરે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. લેફ્ટનન્ટ ગવર્નર VK સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે.  5 ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી માંગી હતી.

કેજરીવાલ અને સિસોદિયાને કોર્ટમાંથી વધારાનો સમય મળ્યો

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ દાખલ કરવા માટે વધારાનો સમય આપ્યો હતો. અરજીમાં દિલ્હી એક્સાઇઝ લિકર પોલિસી કેસમાં ચાર્જશીટને સંજ્ઞાન લેવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.

ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો

તાજેતરમાં, દિલ્હી હાઇકોર્ટે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની અરજી પર નોટિસ જારી કરી હતી, જેમાં કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટને ધ્યાનમાં લેવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

EDએ કેવા-કેવા આક્ષેપો કર્યા?

આબકારી નીતિના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપ મૂક્યો હતો કે, આ કૌભાંડમાં 6% લાંચના બદલામાં 12% માર્જિન સાથે જથ્થાબંધ દારૂના વિતરણ અધિકારો ખાનગી સંસ્થાઓને આપવામાં આવ્યા હતા. વધુમાં, AAP નેતાઓ પર 2022ની શરૂઆતમાં પંજાબ અને ગોવામાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.

આ પણ જૂઓ: ‘મેં જસ્ટિસ શેખર યાદવની નિમણૂકનો વિરોધ કર્યો હતો’ પૂર્વ CJI ચંદ્રચુડનો મોટો ખુલાસો

Back to top button