ટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલની વધી શકે છે મુશ્કેલી, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં EDએ કર્યો મોટો દાવો

Text To Speech
  • દિલ્હી દારૂ કૌભાંડ મામલે સીએમ અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. EDએ કોર્ટમાં દાવો કર્યો છે અને કહ્યું છે કે કેજરીવાલ અને વિનોદ ચૌહાણ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા છે

દિલ્હી, 28 મે: દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીની રૂઝ એવન્યુ કોર્ટ સમક્ષ દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દાખલ કરાયેલ 7મી પૂરક ચાર્જશીટ રજૂ કરવાનું શરૂ કર્યું છે. વિશેષ CBI જજ કાવેરી બાવેજા આ કેસની સુનાવણી કરી રહ્યા છે. ED એ કેસમાં અત્યાર સુધીમાં કુલ 8 ચાર્જશીટ/પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરી છે, જેમાં 1 ચાર્જશીટ + 7 પૂરક ચાર્જશીટનો સમાવેશ થાય છે.

EDએ ચાર્જશીટ દાખલ કરતી વખતે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ કેસના મુખ્ય ષડયંત્રકાર છે. ED દ્વારા આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી છે અને તેમણે કોર્ટમાં કહ્યું છે કે AAPના કન્વીનર તરીકે કેજરીવાલની વ્યક્તિગત અને પ્રતિનિધિ ભૂમિકા હતી. EDએ કોર્ટને કહ્યું કે જે કોઈ કાવતરું ઘડતા સમયે પાર્ટીનો પ્રભારી હતો અને પાર્ટી માટે જવાબદાર હતો, તેને કૌભાંડમાં મુખ્ય આરોપી ગણવામાં આવશે.

EDએ કહ્યું કે આમ આદમી પાર્ટી AAP એ એક રાજકીય પક્ષ છે અને RP એક્ટ હેઠળ રાજકીય પક્ષ વ્યક્તિઓનું સંગઠન છે અને PMLA હેઠળ વ્યક્તિઓનું સંગઠન કંપની એક્ટની કલમ 1 થી કલમ 70 હેઠળ આવે છે.

કેજરીવાલ અને વિનોદ ચૌહાણ વચ્ચે થયેલી વાતચીતના પુરાવા અમારી પાસે છે: ED

EDએ પોતાની ચાર્જશીટમાં વધારાની બાબતો કહી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. EDએ જણાવ્યું હતું કે ચેનપ્રીત સિંહે 45 કરોડ રૂપિયાની આવકને સંભાળી અને સિંહે કેજરીવાલ જ્યાં રોકાયા હતા તે હોટેલ માટે લાંચની રકમ (POC) ચૂકવી હતી. હવાલા ઓપરેટરોને વિનોદ ચૌહાણનો સીધો સંદેશ એ છે કે કેજરીવાલ અને ચૌહાણ વચ્ચે ગાઢ સંબંધ છે. વિનોદ ચૌહાણ અને અભિષેક બોઈનપલ્લી વચ્ચે થયેલી વાતચીત હાલ અસ્તિત્વમાં છે. EDએ એવો પણ દાવો કર્યો હતો કે વાચચીતમાં ન્યાયાધીશોને મળવાનો પણ ઉલ્લેખ છે. EDનું કહેવું છે કે વિનોદ ચૌહાણ ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને હેન્ડલ કરતો હતો.

આ પણ વાંચો: AAP નેતા આતિશીને કોર્ટનું સમન્સ: 29 જૂને હાજર થવાનું ફરમાન, શું છે સમગ્ર મામલો?

Back to top button