ધાનાણીના ગઢમાં કેજરીવાલનો હુંકાર, રોડ શોમાં જનમેદની ઉમટી પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી માટે હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં મેદાનમાં ઉતર્યા છે. એક બાજુ ઠંડીનો પારો ઉચકાઈ રહ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાઇ રહ્યો છે. વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે અમરેલી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાને છે. આજે કોંગ્રેસના ગઢ કહેવાતા અમરેલીમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રોડ શો કર્યો હતો.
अमरेली के इस रोड-शो में इकठ्ठा हुए लोग भी सिर्फ़ एक ही बात बोल रहे हैं- गुजरात को अब बदलाव चाहिए। https://t.co/PXd7ljV3Ap
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 21, 2022
આમ આદમી પાર્ટીના રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ અવસરે પોતાના ભાષણમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યારે પૃથ્વી પર પાપ વધે છે, ત્યારે ઉપર વાળો પોતાનું ઝાડું ચલાવે છે. આજે હું ગુજરાતના દરેક પરિવારનો ભાગ બની ગયો છું. અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઇશ. સમગ્ર ગુજરાતમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં પરિવર્તનની આંધી ચાલી રહી છે. જે પાર્ટીએ 27 વર્ષ તમારા માટે કંઈ કર્યું નથી તે આગામી 5 વર્ષમાં તમારા માટે કંઈ નહીં કરે.
ગુજરાતમાં પેપર નથી ફૂટ્યાં યુવાનોના સપના ફૂટ્યાં છે..! @ArvindKejriwal #BadlaavNoAayvoVakhat pic.twitter.com/8fVyjEHqgq
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) November 21, 2022
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, આજે ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, હું તમારો ભાઈ બનીને તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્યા પછી હું 1 માર્ચથી તમારું વીજળીનું બિલ હું ચૂકવીશ. તમે આ લોકોને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી જુઓ, જો ના ગમે તો મને ધક્કો મારીને કાઢી બહાર કાઢી મુકજો. ગુજરાતમાં પણ દિલ્હીની જેમ શાનદાર શાળા બનાવીશ. બાળકોને સારુ ભવિષ્ય આપવાની વાત અરવિંદ કેજરીવાલે કરી હતી. અરવિંદ કેજરીવાલના આ રોડ શોમાં અમરેલી જિલ્લાની પાંચેય બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોડાયા હતા.
આ પણ વાંચો : ઉમરગામમાં ભગવંત માનના રોડ શોમાં લાગ્યા મોદી મોદીના નારા