ગુજરાતદક્ષિણ ગુજરાત

પાટીલના ગઢમાં કેજરીવાલનો વેપારીઓને મોટો વાયદો !!!

Text To Speech

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે વાયડાઓ થઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક પણ તક છોડવામાં આવી રહી નથી. હાલમાં સુરતમાં ટેક્ષ્ટાઇલ વેપારીઓને રાહત આપવા માટેનો મુદ્દો આપ્યો છે. વીજળીના મુદ્દાને લઈને રજૂઆત કરતા અરવિંદ કેજરીવાલે પણ તકનો લાભ લીધો હોય તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓની 24 કલાક વીજળી આપવાની ગેરંટી આપી છે.

લાંબા સમયથી વેપારીઓના વિવિધ મુદ્દાઓના કારણે સુરતમાં રાજકારણ ગરમાયું છે. ત્યારે ટેક્ષ્ટાઇલના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વીજળીની મુશ્કેલીઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી હતી. તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધંધાને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી. નવા જોડાણ આપવામાં આવી રહ્યા નથી અને જે જોડાણ આપવામાં આવ્યા છે. તેમાં પૂરતો વીજ સપ્લાય આપવામાં આવી રહ્યો નથી. આ મુદ્દાને લઈને હવે રાજકીય સ્વરૂપ મળી રહ્યું છે.

Kejriwal Tweet For Surat HD News

સુરતના ટેક્ષ્ટાઇલ વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા હવે નવો વળાંક આવ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તમામ નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે સતત ગેરંટીઓ આપી રહી છે.

આ પણ વાંચો : સુરત: સચિન GIDCમાં બોઈલર બ્લાસ્ટ, ચારના મોત

અરવિંદ કેજરીવાલે સુરતના ટેક્ષ્ટાઇલ વેપારીઓને પડતી મુશ્કેલી અને તેના બાબતની રજૂઆતને ધ્યાનમાં રાખીને તક ઝડપી લીધી છે. ટ્વીટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલે સુરતના ટેક્ષ્ટાઇલ વેપારીઓને 24 કલાક વીજળી આપવા માટે તૈયારી બતાવી છે.

Back to top button