ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે ED સમક્ષ હાજર થવાને બદલે ચૂંટણી રેલી યોજવાનું પસંદ કર્યું

  • MPના સિંગરૌલીમાં પંજાબના CM ભગવંત માન સાથે કરશે રોડ-શો 
  • અગાઉ પૂર્વ DyCM મનીષ સિસોદિયા-વરિષ્ઠ નેતા સંજય સિંહની થઈ હતી ધરપકડ

દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દારૂ નીતિ કેસમાં પ્રશ્નોના સંદર્ભમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર નહીં થાય. કેજરીવાલે દિલ્હીના એક્સાઈઝ કૌભાંડમાં પૂછપરછ માટે હાજર થવાને બદલે ચૂંટણી રેલીમાં જવાનું પસંદ કર્યું છે. EDએ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને આબકારી નીતિ કેસમાં આજે હાજર થવા માટે ઓફિસ બોલાવ્યા હતા. પરંતુ તેઓ આજે મધ્યપ્રદેશના સિંગરૌલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે રોડ શો કરવા જવાના હોવાથી EDની પૂછપરછમાં હાજરી આપી શકશે નહીં. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે.

અરવિંદ કેજરીવાલ દ્વારા ED સમક્ષ હાજર થવા અંગે શું જણાવવામાં આવ્યું ?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ED સમક્ષ હાજર થવા અંગે જવાબ આપતા જણાવ્યું હતું કે ” આપના રાષ્ટ્રીય સંયોજક અને સ્ટાર પ્રચારક હોવાના કારણે, મારે પ્રચાર માટે મુસાફરી કરવી અને AAPના મારા ક્ષેત્રના કાર્યકરોને રાજકીય માર્ગદર્શન પૂરું પાડવાની જરૂર છે. ખાસ કરીને દિવાળીને ધ્યાનમાં રાખીને, દિલ્હીના સીએમ તરીકે હું શાસન અને સત્તાવાર પ્રતિબદ્ધતાઓ ધરાવું છે કે જેના માટે મારી હાજરી જરૂરી છે. જેથી હું આજે EDની પૂછપરછમાં હાજરી આપી શકું તેમ નથી.”

અરવિંદ કેજરીવાલે EDના સમન્સને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDને જવાબ આપતા જણાવ્યું હતું કે, “સમન્સની નોટિસએ ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત છે. આ નોટિસ ભાજપના ઈશારે મને મોકલવામાં આવી છે. નોટિસએ સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવી છે કે મને ચાર રાજ્યોમાં પ્રચાર કરવાની મંજૂરી ન મળે. હું આમ કરી શકતો નથી. EDએ તાત્કાલિક નોટિસ પાછી ખેંચી લેવી જોઈએ.”

આ પણ જુઓ :દિલ્હી સરકાર પર EDનો સકંજો, કેજરીવાલની હાજરી પહેલા મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા

Back to top button