વડોદરામાં કેજરીવાલે કહ્યું, વિધાનસભામાં 5 સીટ આપી, હવે લોકસભામાં 2 બેઠકો આપો

વડોદરા, 15 માર્ચ 2024, લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા આવેલા કેજરીવાલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, અમે જનતાને અપીલ કરીએ છીએ કે અમને એક તક આપો અને જો તમને લાગે કે અમે સારું કામ કર્યું છે તો જ અમને આગામી વખતે મત આપજો.હમણાં જ અમે જોયું કે બીજેપી સાંસદ સીઆર પાટીલ બીજેપી ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા. ત્યાં એક સરપંચે કહ્યું કે તેમના ગામમાં શાળાઓ બનાવવામાં આવી રહી નથી. તમે લોકો એમ જ વિચારો કે ભાજપના લોકો આખા દેશમાં ભાજપની ફાઈવ સ્ટાર ઓફિસો બનાવી રહ્યા છે પણ આ લોકો તમારા બાળકો માટે શાળાઓ નથી બનાવતા. દિલ્હીમાં શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવી રહી છે પરંતુ આમ આદમી પાર્ટીની કોઈ ઓફિસ બનાવવામાં આવી નથી.
ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી જીતશે
સરકારના 30 વર્ષ પછી સરપંચને કહેવું પડે કે તેના ગામમાં શાળા નથી, તો 30 વર્ષમાં ભાજપે ગુજરાતમાં શું કર્યું? ભાજપના લોકો ક્યારેય શાળાઓ અને હોસ્પિટલો બાંધશે નહીં કારણ કે તેઓ તેને બનાવવાનો ઇરાદો ધરાવતા નથી, તેમને માત્ર પૈસા અને સત્તા જોઈએ છે.ચૈતર વસાવા મારી નજરમાં મોટા હીરો છે અને મને ગર્વ છે કે ચૈતર આજે અમારી પાર્ટીમાં છે. આજના યુગમાં આપણને બહુ ઓછા લોકો જોવા મળે છે જે બીજાને ન્યાય આપવા માટે જેલમાં જાય છે. જ્યારે ચૈતર એક ખેડૂતને તેમની જમીનના મુદ્દે ન્યાય આપતા હતા ત્યારે ચૈતરને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, પરંતુ આ લોકોએ ચૈતર તેમજ તેમની પત્નીને જેલમાં ધકેલી દેતા હદ થઈ ગઈ હતી. આ લોકો ચૈતર વસાવાને તોડવા માંગતા હતા.હું ચૈતરની પત્નીને વંદન કરું છું. મને આશા છે કે ચૈતર વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી ઐતિહાસિક જીત હાંસલ કરશે.
આજે બાબા સાહેબે બનાવેલું બંધારણ ખતરામાં છે: ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાના મંતવ્યો આપતા કહ્યું કે, ભાવનગર લોકસભા સીટ પરથી ઉમેશ મકવાણા અને ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા લોકો વચ્ચે જશે અને અમને આશા છે કે ભાવનગર અને ભરૂચની જનતા સાથ આપશે અને સંસદમાં પહોંચાડશે. ચૈતર વસાવા પોતાના લોકોના અધિકારોનું રક્ષણ કરતા જેલમાં ગયા અને તેમના પરિવારને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યો. જે જનતાની સેવા કરે છે અને જનતાના અધિકારોનું રક્ષણ કરે છે તે જ સાચો નેતા છે. મેં ગુજરાતમાં ઘણો સમય વિતાવ્યો અને આજે હું ઘણી હદ સુધી ગુજરાતી વાંચતા અને બોલતા શીખી ગયો છું. મેં બોર્ડ પર ગુજરાતીમાં વાંચ્યું “ગુજરાતમાં પણ કેજરીવાલ”. મતલબ કે અરવિંદ કેજરીવાલની વિચારસરણી ગુજરાતમાં પણ પહોંચશે.આજે આપણે બંધારણ બચાવવા માટે જ ઈન્ડિયા એલાયન્સમાં જોડાયા છીએ.