ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે AAP-કોંગ્રેસ ગઠબંધનની અટકળો પર લગાવ્યું પૂર્ણવિરામ, કહ્યું: તેઓ એકલા ચૂંટણી લડશે

Text To Speech

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ લગાવ્યું છે. કેજરીવાલે કહ્યું કે, આમ આદમી પાર્ટી દિલ્હીમાં પોતાની તાકાત પર ચૂંટણી લડશે. કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારના ગઠબંધનની કોઈ શક્યતા નથી.

 

AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની અટકળો વહેતી થઈ

આ પહેલા અહેવાલોમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સિવાય INDIAની અન્ય કેટલીક પાર્ટીઓને સામેલ કરવાની વાત ચાલી રહી છે. કોંગ્રેસને 15 બેઠકો મળી શકે છે અને અન્ય INDI ગઠબંધનના સભ્યોને 1 કે 2 બેઠકો મળી શકે છે. બાકીની બેઠકો પર આમ આદમી પાર્ટી પોતે ચૂંટણી લડશે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં બે યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં પાર્ટીએ 11 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. જ્યારે બીજી યાદીમાં સોમવારે 20 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા.

જાન્યુઆરીમાં ચૂંટણીની તારીખ જાહેર થવાની સંભાવના

મહત્ત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં આવતા વર્ષે 2025માં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણીપંચ જાન્યુઆરીમાં ચૂંટણીની તારીખ પણ જાહેર કરી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે કોઈ ગઠબંધન નથી. ત્યારે ભાજપ પણ ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે.

આ પણ જૂઓ: ખેડૂતો આ તારીખે ફરીથી દિલ્હી કરશે કૂચ, ખેડૂત નેતા સરવન પંઢેરે શંભુ બોર્ડર પરથી કરી મોટી જાહેરાત

Back to top button