ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘કેજરીવાલ જે કહે છે તે ક્યારેય કરતા નથી’ ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીનો પ્રહાર

Text To Speech

નવી દિલ્હી, 1 જાન્યુઆરી, 2025: ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આજે બુધવારે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ જે કહે છે તે ક્યારેય કરતા નથી. આજે સૌથી મોટો પડકાર વિશ્વસનિયતાનું સંકટ છે. સામાન્ય લોકોમાં એવી લાગણી છે કે કેજરીવાલ જે કહે છે તે પૂરું કરતા નથી.” બીજેપી નેતા શાઝિયા ઈલ્મીએ આરોપ લગાવ્યો કે, કેજરીવાલ કાચીંડાની જેમ રંગ બદલે છે.

 

સુધાંશુ ત્રિવેદીએ શું કહ્યું?

ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, દેશે 2024માં એક વિચિત્ર બંધારણીય ઉદાહરણ પણ જોયું. જ્યારે એક મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવે છે. કેજરીવાલ પહેલા પણ ઘણા સીએમ જેલમાં ગયા હતા પરંતુ ઓછામાં ઓછા લાલુ પ્રસાદ યાદવે એટલી ગરિમા જાળવી હતી કે તેમણે પદ છોડી દીધું. 2024માં આવું આશ્ચર્યજનક અને વિચિત્ર ઉદાહરણ જોવા મળ્યું કે, જેલમાં ગયા પછી પણ કેજરીવાલે સીએમ પદ છોડ્યું નહીં.

સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે, “કેજરીવાલની વિચિત્રતા એટલી આશ્ચર્યજનક છે કે કોઈના માટે સમજવું મુશ્કેલ છે. અમે યાદ અપાવવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી નવી રાજનીતિનો વિચાર લઈને આવી છે. આજે સૌથી મોટો પડકાર વિશ્વસનીયતાનું સંકટ છે. સામાન્ય લોકોમાં એવી લાગણી છે કે કેજરીવાલ જે કહે છે તે પૂરું કરતા નથી. તેમણે કહ્યું હતું કે, તેઓ(કેજરીવાલ) લટકતા તારની સમસ્યામાંથી મુક્ત કરી દેશે, પરંતુ 10 વર્ષથી વધુ સમય સુધી રહેવા છતાં તેઓ આ લટકતા વાયરની સમસ્યાને હલ કરી શક્યા નહીં. જેના સંપર્કમાં આવ્યા બાદ લોકો મૃત્યુ પામ્યા છે.

આ પણ જૂઓ: ‘મુસ્લિમો મને વોટ નથી આપતા, હું પણ તેમની સાથે નથી’ વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીનું મોટું નિવેદન

Back to top button