અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને આપી ગેરંટી, દરેક પરિવારને મળશે 300 યુનિટ વીજળી ફ્રી
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની નજર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઉપર છે અને તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. કેજરીવાલની વીજળી મફત આપવાની જાહેરાત – 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. કેજરાવાલે સુરતમાં કહ્યું કે જીતના 3 મહિનાની અંદર વીજળી મફત આપશું અને 24 કલાક વીજળી મળશે અને એ પણ મફત મળશે. જેમ દિલ્હીમાં 24 કલાક વીજળી મળે છે.
ગુજરાતમાં પણ દર મહિને ઘર દીઠ 300 યુનિટ મફત વીજળી..!#KejriwalNiVijliGuarantee pic.twitter.com/UlrJTiFGzZ
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 21, 2022
આ ઉપરાંત આપના સંયોજક કેજરીવાલે કહ્યું કે, મફત વીજળી આપવું એ મેજિક છે ઉપરવાળા એ આ વિદ્યા માત્ર મને આપી છે. 31 ડિસેમ્બર સુધી ના તમામ ડોમેસ્ટિક બિલ માફ 70 થી 80 ટકા બિલ બોગસ હોય છે. વીજળી મુદ્દે ત્રણ ગેરંટી આપી છે. 300 યુનિટ મફત વીજળી, 24 કલાક વીજળી,31 ડિસેમ્બર સુધી પેન્ડિંગ બિલ માફ કરવામાં આવશે. ખેડૂતો માટે જે વીજ મુદ્દો છે તેના માટે ફરી અમે આવીશું.
31 ડિસેમ્બર 2021 સુધીના જુના ઘરેલુ વીજળી બિલ માફ..!#KejriwalNiVijliGuarantee pic.twitter.com/CNnCtmITyd
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 21, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તો ક્યા એજન્ડા પર કામ થશે તે અંગે માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, આજે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. ગુજરાતમાં વીજળીના ખૂબ જ ઊંચા ભાવ વસુલવામાં આવે છે. ગુજરાતની પ્રજા હવે બદલાવ ઇચ્છે છે. લોકો ઇચ્છે છે કે, ગુજરાતમાં પણ વીજળી મફતમાં મળે. દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે.
અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને ગેરંટી આપી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રીમાં આપીશુ. સરકાર બન્યાના ત્રણ મહિનામાં જ ગુજરાતની પ્રજાને આ લાભ આપવાની જાણકારી પણ અરવિંદ કેજરીવાલે આપી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતમાં પણ 24 કલાક ફ્રીમાં વીજળી અપાશે.તેમણે કહ્યુ કે, 31 ડિસેમ્બર પહેલાના તમામ જુના બિલ માફ કરવામાં આવશે. લોકોને ખોટા બિલો ન આવે તેવી પણ વ્યવસ્થા કરીશુ