અમદાવાદગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: AAP ને ખતમ કરવાના ઉદ્દેશથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં કેજરીવાલને જેલમાં ધકેલી દીધા છે: ઇસુદાન ગઢવી

Text To Speech

અમદાવાદ 30 જુલાઈ 2024 : છેલ્લા ઘણા સમયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી ભ્રષ્ટાચાર કેસ મુદ્દે જેલની હવા ખાઈ રહ્યા છે. જેને લઈને આજે અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી ઇન્કમટેક્સ ચાર રસ્તા ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી તેમને જેલ મુક્તિ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા, આપ ધારાસભ્ય ચૈતર વસાવા, હેમંત ખવા, ઉમેશ મકવાણા, સુધીર વાઘાણી સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓ જોડાયા હતા.

કેજરીવાલના સ્વાસ્થ્ય માટે માટે પ્રાર્થના કરી: ઇસુદાન

પદયાત્રાને લઈને આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને તોડી નાખવાના ઉદ્દેશથી ષડયંત્ર રચીને ખોટા કેસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જેલમાં ધકેલી દીધા છે.

જેલમાં અરવિંદ કેજરીવાલનું વજન દિવસને દિવસે ઘટી રહ્યું છે. અને દિવસેને દિવસે તેમની તબિયત વધુને વધુ ખરાબ થઈ રહી છે. જેલમાં ભાજપના અત્યાચારના કારણે અરવિંદ કેજરીવાલજીની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારે તેમની તબિયતમાં સુધારની અને તેમની જલ્દી જેલમુક્તી થાય તેવી પ્રાર્થના સાથે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતેથી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રદેશ કાર્યાલયથી નીકળીને આ પદયાત્રા ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ પહોંચી હતી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ મહાત્મા ગાંધીજીને ફુલહાર અર્પણ કર્યા હતા અને અરવિંદ કેજરીવાલની તબિયત માટે અને જેલ મુક્તિ માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : ગાંધીનગર: એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલ ગુન્હાઓમાં આરોપીઓની ધરપકડ નહિ કરવા મુદ્દે DGP ને દલિત આગેવાનોએ રજૂઆત કરી

Back to top button