કેજરીવાલ પોતે ઓછું ખાઈને વજન ઘટાડી રહ્યા છે, 2 કિલો ઘટાડ્યું: તિહાર પ્રશાસન
- આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારના મંત્રીઓના દાવાને જેલ પ્રશાસને ફગાવી દીધો
નવી દિલ્હી, 15 જુલાઇ: તિહાર જેલ પ્રશાસને આમ આદમી પાર્ટી (AAP) અને દિલ્હી સરકારના મંત્રીઓના દાવાને આજે સોમવારે ફગાવી દીધો છે કે અરવિંદ કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટ્યું છે. જેલ પ્રશાસને કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલનું વજન હકીકતમાં માત્ર 2 કિલો ઘટ્યું છે અને તેમણે આવું જાણી જોઈને કર્યું છે. જેલ પ્રશાસન દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અરવિંદ કેજરીવાલ પોતે ઓછું ખાઈને વજન ઘટાડી રહ્યા છે.
Has Delhi CM Arvind Kejriwal lost 8.5 Kgs in Jail as claimed by top AAP leaders to enhance their demand for bail and to influence public opinion?
Not if you beleive the Tihar Jail Authorities. Here is their response. See document below. pic.twitter.com/hiEaqpsy9v— Rahul Shivshankar (@RShivshankar) July 15, 2024
તિહાર પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જ્યારે કેજરીવાલ 1 એપ્રિલે પહેલીવાર જેલમાં પહોંચ્યા ત્યારે તેમનું વજન 65 કિલો હતું અને 29 એપ્રિલે તેમનું વજન 66 કિલો નોંધાયું હતું. જે દિવસે તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમનું વજન 64 કિલો હતું. 21 દિવસ બહાર રહ્યા પછી 2 જૂને જ્યારે તેઑ પાછા આવ્યા ત્યારે તેમનું વજન 63.5 કિલો હતું. 14 જુલાઈએ તેમનું વજન 61.5 કિલો હતું. હકીકતમાં તેમનું વજન માત્ર 2 કિલો ઘટ્યું છે.
જેલ પ્રશાસને શું કહ્યું? જાણો
જેલ પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે, કેજરીવાલ પોતે જાણીજોઈને વજન ઘટાડી રહ્યા છે. તેમનું કહેવું છે કે જેલ પરત ફર્યાના બીજા દિવસે એટલેકે 3 જૂનથી તેઑ ઘણીવાર ઘરેથી લાવેલું ખાવાનું પાછું મોકલી દે છે. સત્તાવાર રીતે જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલે 2 કિલો વજન ઘટાડ્યું છે અને તેનું કારણ એ હોઈ શકે છે કે તે ઓછું ભોજન અને ઓછી કેલરીવાળો ખોરાક ખાય રહ્યા છે. નિવેદનની સાથે જ કેજરીવાલને આપવામાં આવેલા અને તેમના દ્વારા પરત કરવામાં આવેલા ભોજનની વિગતો પણ આપવામાં આવી છે.
જેલ પ્રશાસને એમ પણ કહ્યું છે કે, આરોપી (અરવિંદ કેજરીવાલ) 24 કલાક વરિષ્ઠ તબીબી અધિકારીની દેખરેખ હેઠળ છે. દરરોજ તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ બોર્ડની સલાહ મુજબ કેજરીવાલના બ્લડ શુગર લેવલ પર પણ નજર રાખવામાં આવી રહી છે. તેમને ડોક્ટરોની સલાહ મુજબ આહાર અને સારવાર આપવામાં આવી રહી છે અને તમામ શારીરિક તપાસ સામાન્ય છે. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મંત્રીઓ તેમજ ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા દાવાઓને ખોટા ગણાવતા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કેજરીવાલના બ્લડ પ્રેશર, સુગર લેવલ અને વજન પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે. તે દિવસમાં ત્રણ વખત ઘરે રાંધેલો ખોરાક મેળવી રહ્યા છે.
આમ આદમી પાર્ટીએ શું આરોપ લગાવ્યો હતો?
🚨 Atishi accuses BJP of conspiring to kiII Kejriwal inside jail.
“Kejriwal can go into a coma. Brain str0ke can also happen.” – SANJAY SINGH
“Kejriwal is suffering from one serious disease. He lost 8.5 kg of weight and his blood sugar level dropped below 50 mg/dL five times… pic.twitter.com/o4vQuBeOVh
— Times Algebra (@TimesAlgebraIND) July 15, 2024
અગાઉ આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, જેલમાં કેજરીવાલનું વજન 8.5 કિલો ઘટ્યું છે અને તેના કારણે કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. પાર્ટીએ કહ્યું હતું કે, સૂતી વખતે કેજરીવાલનું શુગર લેવલ પાંચ વખત 50થી નીચે ગયું છે અને જો આવું થાય તો કોમામાં જવાનું જોખમ છે. પાર્ટીનો આરોપ છે કે, જેલમાં કેજરીવાલના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી છે.
આ પણ જૂઓ: સુપ્રીમ કોર્ટનો નિર્ણય અસ્વીકાર્ય, શરિયત વિરુદ્ધ: મહિલાઓને ભરણપોષણ પર મુસ્લિમ બોર્ડ