કેજરીવાલે પૂછપરછમાં પોતાના જ મંત્રીઓના નામ આપી દીધા
- વિજય નાયર મને નહીં, આતિશી અને સૌરભને રિપોર્ટ કરતા હતા: અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી, 1 એપ્રિલ: દિલ્હી દારૂ નીતિ કેસમાં છેલ્લા 10 દિવસથી જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને આજે સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ED વતી એસ.વી. રાજુએ અને કેજરીવાલ વતી રમેશ ગુપ્તાએ દલીલો રજૂ કરી હતી. EDએ કોર્ટને કહ્યું કે, કેજરીવાલ કેસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. EDના વકીલ દલીલ કરી રહ્યા હતા ત્યારે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં હાજર હતા. જ્યારે EDએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલે પૂછપરછ દરમિયાન કહ્યું છે કે વિજય નાયર આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતા હતા, આ દરમિયાન કેજરીવાલ ચૂપ રહ્યા. આ પહેલીવાર છે જ્યારે તેમણે કોર્ટમાં બે મંત્રીઓના નામ લીધા છે.
#WATCH | On Delhi CM Arvind Kejriwal sent to judicial custody till April 15, Sunita Kejriwal, wife of Delhi CM Arvind Kejriwal; says, “…Why has he been sent to jail? The people of the country will answer to this dictatorship.” pic.twitter.com/KJl04akrBq
— ANI (@ANI) April 1, 2024
કેજરીવાલ ગેરમાર્ગે દોરે છે: ED
EDએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલે હજુ સુધી તેમના ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કર્યા નથી. ED અનુસાર, જ્યારે પણ કેજરીવાલને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે, ત્યારે તેમનો એટલો જ જવાબ હોય છે કે ‘મને ખબર નથી, મને ખબર નથી…’ ED અનુસાર, તેમનું વર્તન સંપૂર્ણપણે અસહકારભર્યું છે અને તે પોતાનો ફોન પણ નથી આપી રહ્યા. જેથી તેઓ ઈરાદાપૂર્વક તપાસને ગેરમાર્ગે દોરવી રહ્યા છે. આ પછી, જ્યારે EDએ તેની કસ્ટડી માંગી તો કોર્ટે તેમને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દીધા.
કેજરીવાલને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
ઉલ્લેખનીય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલ મોકલી દીધા છે. તેમને 15 એપ્રિલ સુધી દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવશે. આવી સ્થિતિમાં કેજરીવાલે ત્રણ પુસ્તકો તિહાર લઈ જવાની માંગ કરી છે. કેજરીવાલે પોતાના વકીલો દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે માંગ કરી છે કે, તેમને ત્રણ પુસ્તકો જેલમાં લઈ જવા દેવામાં આવે. આ પુસ્તકોમાં ભગવદ ગીતા, રામાયણ અને વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીની પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઈડ્સ’નો સમાવેશ થાય છે. આ સાથે તેણે જેલમાં જરૂરી દવાઓની પણ માંગ કરી છે.
આ પણ જુઓ: દારૂ નીતિ કેસમાં CM કેજરીવાલને ન મળી રાહત: કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા