આપ અને ભાજપની ‘રેવડી સંસ્કૃતિ’ પર જામી જંગ, પાટીલની પ્રતિક્રિયા પર કેજરીવાલે કર્યો બચાવ
એક તરફ આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીની પહેલી ગેરેન્ટીની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં મફતમાં વીજળી આપવાનો વાયદો કર્યો હતો.જેના પર ભાજપ નેતા અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે લોકોને ‘રવેડી સંસ્કૃતિ’ની લાલચમાં આવવી જોઇએ નહી, કારણ કે તેનાથી રાજ્ય અને ભારત શ્રીલંકા બની શકે છે જો હાલ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે.
સી આર પાટીલે કર્યો હતો પ્રહાર
સીઆર પાટીલે કોઇનું નામ લીધું નહી, પરંતુ તે સ્પષ્ટ છે કે તે આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા હતા જેમણે ગુજરાતમં સત્તામાં આવશે તો વિજળી આપવાનો વાયદો કર્યો હતો. આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ પણ ચૂંટણીમાં કિસ્મત અજમાવવાની તૈયારી કરી રહ્યું છે. ગાંધીનગરમાં એક કર્યક્રમમાં સંબોધિત કરતાં ભાજપ કાર્યકર્તાઓને ‘રેવડી સંસ્કૃતિ’ના પરિણામો પ્રત્યે ચેતવ્યા અને કહ્યું કે તેનાથી શ્રીલંકા જેવી આર્થિક અને રાજકીય સંકટનો ખતરો આવી શકે છે.
તેમણે કહ્યું કે દેશમાં કેટલાક લોકો રેવડી (મફત વસ્તુઓ) વહેંચી રહ્યા છે. પરંતુ ગુજરાતના લોકો આવી રેવડીને આવી સંસ્કૃતિથી ગુમરાહ થવું જોઇએ નહી. શું આ લોકો (આપ) ગુજરાતને શ્રીલંકા બનાવવા માંગે છે? આપણે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઇએ. પાટિલ પ્રદેશ ભાજપ પ્રમુખની બીજી વર્ષગાંઠ પર કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.
આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને આપી ગેરંટી, દરેક પરિવારને મળશે 300 યુનિટ વીજળી ફ્રી
તેમણે કહ્યું કે ”ભાજપ કાર્યકર્તા લોકોને સમજાવો અને તેમને રેવડી સંસ્કૃતિના પરિણામો વિશે ચેતવો. આપણે ટીવી પર શ્રીલંકાની સ્થિત જોઇ શકીએ છીએ જે ચિંતાજનક છે. આ મફતમાં વસ્તુઓ આપવાના લીધે આવું થયું છે. રાષ્ટ્ર પ્રમુખ સુધી દેશમાંથી ભાગવું પડ્યું. સીઆર પાટીલે આગળ કહ્યું કે શ્રીલંકાના લોકોને ભોજન, દવાઓ અને ઇંધણ મળી રહ્યા નથી. આજે આપણે તેની મદદ કરવાની સ્થિતિમાં છીએ. પરંતુ જોઇ રેવડી વહેંચવાના તેમના માર્ગે ચાલ્યા તો આપણે તે સ્થિતિમાં પહોંચી જઇશું. આપણે ગુજરાતને શ્રીલંકા બનવા દેવું નથી.
શું ગુજરાતમાંથી દારુબંધી હટાવાશે? જાણો આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે શું જવાબ આપ્યો@AamAadmiParty @ArvindKejriwal #KejriwalNiVijliGuarantee #Arvindkejriwal #Gujarat #gujaratelection #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/20c5OFhQBB
— Hum Dekhenge News (@humdekhengenews) July 21, 2022
કેજરીવાલનો બચાવ
જ્યારે આપ નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં દારૂ સરળતાથી મળી જાય છે. અમારે ગેરકાયદેસર દારૂ વેચીને ભંડોળ એકઠું કરવાની જરૂર નથી. એટલું જ નહી કેજરીવાલે પીએમ મોદીના ફ્રીમાં રેવડીવાળા નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે જનતામાં જે ફ્રી રેવડી વહેંચી રહ્યા છીએ, તે ભગવાનનો પ્રસાદ છે, જેમ કે ફ્રી વીજળી, ફ્રી શિક્ષણ આપવું. પરંતુ આ લોકો ફ્રી રેવડી ફક્ત પોતાના મિત્રોને આપે છે. તેમના દેવા માફ કરે છે. આપ છે.
કેજરીવાલે કહ્યું કે જનતાને ફ્રી એવડે આપવાથી શ્રીલંકા જેવી હાલત થતી નથી. પોતાના મિત્રો-મંત્રીઓને આપવાથી સ્થિતિ જાય છે. શ્રીલંકાવાળા પોતાના મિત્રોને ફ્રી રેવડી આપતા હતા. જો જનતાને આપતાઅ તો જનતા તેમના ઘરમાં ઘૂસીને તેમને ભગાવતી નહી. જનતાને ફ્રી રેવડી ભગવાનનો પ્રસાદ છે. મિત્રોને ફ્રી રેવડી આપવી પાપ છે.