ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેજરીવાલે તેમના પીએ દ્વારા મને માર ખવડાવ્યોઃ AAP સાંસદ સ્વાતિ માલિવાલનો આક્ષેપ

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હાઉસમાં ભારે હોબાળો થયો

નવી દિલ્હી, 13 મે: દિલ્હીના મુખ્યમંત્રી હાઉસમાં આજે સોમવારે ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે CM કેજરીવાલના PA પર મારપીટનો આરોપ લગાવ્યો છે. CM હાઉસથી નીકળ્યા બાદ સ્વાતિ માલીવાલ પોલીસ સ્ટેશન પહોંચી છે. મળતી માહિતી અનુસાર, સ્વાતિ માલિવાલે ફોન કરીને પોલીસને બોલાવી હતી. જેથી દિલ્હી પોલીસની ટીમ સીએમ કેજરીવાલના ઘરે પહોંચી છે.

આ સમગ્ર મામલો શું છે ?

સ્વાતિ માલિવાલે મુખ્યમંત્રી આવાસથી પીસીઆર બોલાવ્યા છે. તેમણે કેજરીવાલના નજીકના સાથી વિભવ કુમાર વિરુદ્ધ પીસીઆર કોલ કર્યો છે. દિલ્હી પોલીસને AAPના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના નામે 2 PCR કોલ મળ્યા હતા. આ કોલ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે, મને CMના PS વિભવ કુમાર દ્વારા મારવામાં આવી રહ્યો છે. આ કોલ સીએમ હાઉસથી કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્વાતિ માલિવાલ મળી આવ્યા નહતા. દિલ્હી પોલીસ પીસીઆર કોલ અંગે સત્ય જાણવાનો પ્રયાસ કરી રહી છે.

સ્વાતિએ કેજરીવાલ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા

દિલ્હી પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, ફોન કરનાર સ્વાતિ માલિવાલનું કહેવું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મને તેમના PA વિભવ દ્વારા માર માર્યો છે. 10 વાગ્યાની આસપાસ ફોન આવ્યો હતો. જોકે, જ્યારે પીસીઆર ઘટનાસ્થળે પહોંચી ત્યારે સ્વાતિ માલીવાલ ત્યાં મળી આવ્યા નથી.

મુખ્યમંત્રી કેજરીવાલે રવિવારે કર્યો હતો રોડ શો 

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે, જો લોકો 25 મેના રોજ આમ આદમી પાર્ટી (AAP)ને પસંદ કરશે તો તેમને ફરીથી જેલમાં જવું નહીં પડે. કેજરીવાલે રોડ શો દરમિયાન કહ્યું હતું કે, ‘મારે 20 દિવસ પછી જેલમાં પાછા જવું પડશે. જો તમે ઝાડુ (‘આપ’નું ચૂંટણી પ્રતીક) પસંદ કરશો તો મારે પાછા જેલમાં જવું પડશે નહીં.

કેજરીવાલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે પાર્ટીના નવી દિલ્હી લોકસભા બેઠકના ઉમેદવાર સોમનાથ ભારતીના સમર્થનમાં મોતી નગરમાં રોડ શો કર્યો હતો. તેમણે પશ્ચિમ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રાના સમર્થનમાં માનની સાથે ઉત્તમ નગરમાં રોડ શો પણ કર્યો હતો.

AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે. તેમણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે કહ્યું કે, “તેઓએ મને જેલમાં મોકલ્યો કારણ કે મેં તમારા માટે કામ કર્યું હતું. ભાજપ નથી ઈચ્છતી કે દિલ્હીની જનતાનું કામ થાય.” કેજરીવાલે આરોપ લગાવ્યો કે, તેમને તિહાર જેલમાં 15 દિવસ સુધી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું ન હતું.

આ પણ જુઓ: જયપુરમાં એરપોર્ટ બાદ 6થી વધુ શાળાઓને બોંબની ધમકી: પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં

Back to top button