Diwali 2023ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદિવાળીનેશનલ

કેજરીવાલ દ્વારા દિલ્હી સરકારના કર્મચારીઓને 7-7 હજાર રૂપિયાના બોનસની જાહેરાત

Text To Speech
  • દિવાળી પહેલા મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી
  • ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓને રૂપિયા 7,000 બોનસ આપવામાં આવશે : CM

દિલ્હી : તહેવારો નજીક આવતાંની સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા સોમવારે મોટી જાહેરાત કરવામાં આવી છે. સોમવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને સંબોધન કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી કેજરીવાલે દિવાળી પહેલા દિલ્હી સરકારના ગ્રુપ બી અને ગ્રુપ સીના કર્મચારીઓ માટે રૂપિયા 7-7 હજાર બોનસ આપવાની જાહેરાત કરી હતી. અગાઉ પણ મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને મોટી ભેટ આપવામાં આવી હતી.

 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાં શું જણાવ્યું ?

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, “આ તહેવારોની સિઝનમાં, અમે અમારા તમામ ગ્રુપ બી નોન-ગેઝેટેડ અને ગ્રુપ સી કર્મચારીઓને 7,000 રૂપિયાનું બોનસ આપી રહ્યા છીએ. હાલમાં લગભગ 80 હજાર ગ્રુપ બી નોન-ગેઝેટેડ અને ગ્રુપ સીના કર્મચારીઓ દિલ્હી સરકારમાં કામ કરી રહ્યા છે. આ બોનસ આપવા માટે કુલ રૂ. 56 કરોડનો ખર્ચ કરવામાં આવશે.”

મુખ્યમંત્રીએ કોર્પોરેશનના સફાઈ કામદારોને આપી હતી મોટી ભેટ

થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિવાળી પહેલા દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને પણ મોટી ભેટ આપી હતી. વાસ્તવમાં, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5000 સ્વચ્છતા કર્મચારીઓની પુષ્ટિ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પછી, આ કર્મચારીઓને વર્ષ 2004થી કન્ફર્મ ગણવાની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ વિશે કહ્યું હતું કે, “દિવાળી પર મળેલી આ અદ્ભુત ભેટ માટે તમામ પુષ્ટિ થયેલ સ્વચ્છતા કર્મચારીઓ અને તેમના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન.”

આ પણ વાંચો :દિલ્હી પ્રદૂષણઃ સ્કૂલો બંધ, વેપારીઓએ માગ્યો વડાપ્રધાનની મુલાકાતનો સમય

Back to top button