ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભરુચ લોકસભા બેઠક માટે કેજરીવાલે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી

  • આજે તમને મળવા આવ્યા છીએ કાલે ચૈતર વસાવાને જેલમાં મળવા જઈશું: કેજરીવાલ
  • ગુજરાતમાં બીજેપી જો કોઈથી ડરે છે તો એ છે ચૈતર વસાવા: કેજરીવાલ

ભરુચ, 07 જાન્યુઆરી: દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલે ભરૂચમાં ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, “ગુજરાતમાં ભાજપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ આદિવાસી સમાજની વિરુદ્ધ છે. ભાજપે છેલ્લા 30 વર્ષમાં આદિવાસી સમાજને કશું આપ્યું નથી.” આ સાથે જ તેમણે ભરુચ લોકસભા બેઠક માટે આપના ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે.

લોકસભા બેઠક માટે AAPના ઉમેદવાર જાહેર

 

અરવિંદ કેજરીવાલે સભા દરમિયાન ભરુચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, “હું જાહેરાત કરવા માગું છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે.” આ સભા સ્થળ પર ચૈતર વસાવાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો અને તમામની હાજરીમાં કેજરીવાલે આ જાહેરાત કરી છે.

  • આજે તમને મળવા આવ્યા છીએ કાલે ચૈતર વસાવાને જેલમાં મળવા જઈશું: કેજરીવાલ

જનતાને સંબોધતા કેજરીવાલે કહ્યું, “આજે અમે અમારા બધા કામ છોડીને તમને મળવા આવ્યા છીએ. આવતીકાલે અમે ચૈતર વસાવાને જેલમાં મળવા જઈશું. તમારા પુત્રની ધરપકડ કરવામાં આવી, આદિવાસી સમાજના આગેવાનની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવા અમારા નાના ભાઈ જેવા છે. આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પરંતુ સૌથી દુખની વાત એ છે કે આ લોકોએ ચૈતરા વસાવાની પત્નીની પણ ધરપકડ કરી છે. શકુંતલા બેન ચૈતર વસાવાની પત્ની છે, પણ આપણા સમાજની વહુ છે. આ લોકોએ અમારા સમાજની વહુની ધરપકડ કરી છે. આ સમગ્ર આદિવાસી સમાજ માટે અપમાનજનક બાબત છે. હું તમને પૂછવા માંગુ છું કે તમે આ અપમાનનો બદલો લેશો કે નહીં?”

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “આખા ગુજરાતમાં જો ભાજપ કોઈથી ડરે છે તો તે ચૈતર વસાવા છે.”

 

કેજરીવાલે ભરૂચના પ્રવાસે આવતાં પહેલાં ટ્વીટ કરી જાણકારી આપી હતી

 

ભરૂચના પ્રવાસે આવતાં પહેલા કેજરીવાલે ટ્વીટ કર્યું, ‘આમ આદમી પાર્ટીના ચૈતરા વસાવા ખૂબ જ લોકપ્રિય આદિવાસી નેતા છે. તેમને અને તેમની પત્નીને ભાજપની ગુજરાત સરકારે બનાવટી કેસમાં ઘણા દિવસોથી જેલમાં ધકેલી દીધા છે. આજે હું અને ભગવંત માન જી ગુજરાત જઈ રહ્યા છીએ. અમે તેના વિસ્તારના લોકોને મળીશું અને આવતીકાલે અમે તેને જેલમાં મળવા જઈશું.

આ પણ વાંચો: ભરૂચમાં સામે આવ્યો લવજેહાદનો કિસ્સો

Back to top button