હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતનાં પ્રવાસે છે. બે મહિના પહેલા દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી સમયે આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખાલિસ્તાનને સપોર્ટ કરતા હોવાને લઈને ચર્ચાના કેન્દ્રમાં રહ્યા હતા. ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે નિશાન તાકતા ટ્વીટ કર્યું છે. જેમાં લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા કેજરીવાલ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના લઈને પણ ટ્વીટ કર્યું હતું. ત્યારે હવે પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે, ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલીસ્તાનની માંગણી કરવી એ બંધારણીય અધિકાર છે એવું માનતા @ArvindKejriwal આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.
— C R Paatil (@CRPaatil) May 1, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, દિલ્હીના સીએમ ખાલિસ્તાની સમર્થક છે, તેઓ સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે 1લી મે 1960ના રોજ, બ્રિટિશ શાસન હેઠળ ભારતમાં દ્વિભાષી મુંબઈ પ્રાંત તરીકે બે અલગ અલગ રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બનાવવામાં આવ્યા હતા. તેથી, 1લી મે ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેમાં રાજ્ય સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે રાજ્યમાં તેમનો વિભાજનકારી એજન્ડા શેર કરવા માટે આ દિવસ પસંદ કર્યો.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ મહારાષ્ટ્રીયન કેમ?ઃ કેજરીવાલ
महाराष्ट्र के .@CRPaatil गुजरात भाजपा अध्यक्ष है। भाजपा को अपना अध्यक्ष बनाने के लिए एक भी गुजराती नहीं मिला? लोग कहते हैं, ये केवल अध्यक्ष नहीं, गुजरात सरकार यही चलाते हैं। असली CM यही हैं। ये तो गुजरात के लोगों का घोर अपमान है
भाजपा वालों, गुजरात को गुजराती अध्यक्ष दो
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 1, 2022
ભરૂચ નજીક આયોજિત આદિવાસી મહાસંમેલનમાં આવેલા અરવિંદ કેજરીવાલે આપ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું, “હું લાંબા સમયથી એક વાતથી નારાજ છું. ભાજપના ગુજરાત રાજ્ય એકમના પ્રમુખ કોણ છે? સી.આર.પાટીલ. તે ક્યાંથી આવે છે? તે મહારાષ્ટ્રનો છે. તો શું 6.5 કરોડ ગુજરાતીઓમાંથી ભાજપના નેતાઓને તેમના ગુજરાત પ્રદેશના પ્રમુખ બનાવવા માટે એક વ્યક્તિ મળી નથી? આ ગુજરાતની જનતાનું બહુ મોટું અપમાન છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને 6.5 કરોડ ગુજરાતીઓમાંથી લાયક વ્યક્તિ મળી નથી જે તેમના ગુજરાત પ્રદેશના પ્રમુખ બની શકે?