ગુજરાત

ગુજરાતમાં સાયલન્ટ કિલરનો કહેર, મહેસાણામાં હાર્ટ એટેકથી વધુ એક મોત

Text To Speech
  • હાર્ટ એટેકથી યુવાનોના મોતની ઘટનાઓ દિવસેને દિવસે વધી
  • મહેસાણામાં નવરાત્રિ પહેલા એક યુવતીનુ મોત નિપજ્યું હતું
  • 25 વર્ષની વયના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોક

ગુજરાતમાં સાયલન્ટ કિલરનો કહેર જોવા મળ્યો છે. જેમાં મહેસાણામાં હાર્ટ એટેકથી વધુ એક મોત થયુ છે. મહેસાણા શહેર ખાતે રહેતા યુવકનું લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જી.ઈ.બી.માં કોન્ટ્રાકટ પર યુવક કામ કરતો હતો.

આ પણ વાંચો: લો બોલો, અમદાવાદમાં ટેક્સ વસૂલાતનું કામ પડતું મૂકીને અધિકારી-કર્મચારી ઢોર પકડવા નીકળશે 

હાર્ટ એટેકથી યુવાનોના મોતની ઘટનાઓ દિવસેને દિવસે વધી

તહેવાર સમયે 25 વર્ષની વયના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોક છવાયો છે. સમગ્ર રાજ્યમા હાર્ટ એટેકથી યુવાનોના મોતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મહેસાણામાં નવરાત્રી બાદ રવિવારે બીજું મોત નિપજ્યું હતુ. નવરાત્રિ પહેલા એક યુવતીનુ મોત નિપજ્યું હતું. રવિવારે સવારે યુવકને છાતીમા દુખાવો ઉપડતા મહેસાણાની લાયન્સ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.

આ પણ વાંચો: ગુજરાત: વર્લ્ડકપની મેચ પર ઓનલાઇન સટ્ટાના રેકેટનો પર્દાફાશ થયો 

25 વર્ષની વયના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોક

મહેસાણાના દેદિયાસાણ નજીક રહેતી યુવતીનુ નવરાત્રી દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. જે બાદ મહેસાણા શહેરમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોતની ઘટના સામે આવી છે. હાર્ટ એટેકમાં મોત થનાર યુવકના નજીકના મિત્ર અને વકીલ નરેશભાઇ પરમારના જણાવ્યા મુજબ માહેસાણા શહેરના માનવ આશ્રમ ચાર રસ્તા નજીક આવેલ સત્યમ સોસાયટીમા રહેતા 25 વર્ષીય મનોજ ધનજીભાઇ પરમારનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. જી.ઈ.બી.માં કોન્ટ્રાકટ પર યુવક કામ કરતો હતો. શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે આવેલ દરમિયાન રાત્રે તેને છાતીમાં સામાન્ય દુખાવાની ફરિયાદ થઇ હતી. જ્યારે સવારે વધારે દુખાવો વધતા શહેરની લાયન્સ હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં હોસ્પિટલમાં યુવકનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. દિવાળીના તહેવાર સમયે 25 વર્ષની વયના યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોક છવાયો હતો.

Back to top button