Sibling વચ્ચે પ્રેમ જાળવી રાખવો પેરેન્ટ્સના હાથમાંઃ ફોલો કરો આ ટિપ્સ
- ભાઇ-બહેન વચ્ચે પ્રેમ ટકાવી રાખવાની જવાબદારી પેરેન્ટ્સની
- ભાઇ-બહેન વચ્ચેના મતભેદો મનભેદો ન બને તેનું ધ્યાન રાખજો
- બાળકોને ધીરજનો ગુણ શીખવો અને તમે પણ ધીરજથી કામ લો
ભાઇ-બહેનની વચ્ચે ઘણી વખત નાની નાની વાતોમાં અણબનાવ કે બોલાચાલી થઇ જતી હોય છે. સમસ્યા ત્યારે સર્જાય છે, જ્યારે ઝઘડા મોટા થવા લાગે છે. ઝઘડા મોટા થાય ત્યારે ઘણી વખત મતભેદો મનભેદોના રૂપમાં સામે આવે છે અને સંબંધોની દોરીને નબળી કરી દે છે. જો તમે વાલીના રૂપમાં તમારા બાળકો વચ્ચે હંમેશા પ્રેમ, દરકાર અને વિશ્વાસ ટકાવી રાખવા ઇચ્છતા હો તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
ધીરજ
કોઇ પણ સંબંધોને મજબૂત બનાવવા માટે વ્યક્તિમાં ધીરજ હોવી ખૂબ જરૂરી છે. પેરેન્ટ્સે પોતાના બાળકોને શરુઆતથી જ ધીરજ શીખવવી જોઇએ. બાળકોને ધીરજના ગુણ શીખવતા ક્યારેય તેમની સામે પોતાની ધીરજ ગુમાવવી ન જોઇએ.
પોઝિટીવ પેરેન્ટિંગ
ઘણી વખત એવુ જોવા મળે છે કે માતા-પિતા પોતાના એક બાળકને બહુ બોલતા રહે છે, પરંતુ બીજા બાળકને બહુ પ્રેમથી રાખે છે. આવુ ક્યારેય ન કરતા. આમ કરવાથી તમે બાળપણથી જ તેમના મનમાં ભાઇ-બહેન માટેના ભેદભાવના બીજ રોપો છો. તમારા બાળકો માટે સમાન ભાવ અને પ્રેમ રાખો.
કોમ્પિટિશન કરાવો
ઘરમાં બાળકો અને મોટાઓની વચ્ચે કોમ્પિટિશન કરાવો. આમ કરવાથી ઘરના તમામ બાળકો એક થઈને રમી શકશે. આમ કરવાથી બાળકોમાં પ્રેમની ભાવના વધશે. તેમને ટીમ વર્ક કરવાનું પણ આવડશે.
પરિવાર સાથે સમય વીતાવો
પોતાના પરિવાર માટે થોડો સમય કાઢીને બાળકો સાથે મસ્તી કરો. આમ કરવાથી બાળકોમાં ફેમિલી ફીલિંગ આવવા લાગશે અને તેમને એકબીજા સાથે સારુ પણ લાગશે.
આ પણ વાંચોઃ WHOની ચેતવણી, શુગર ફ્રી પ્રોડક્ટ ઝેર સમાન ગણાય