ઘરમાં શાલિગ્રામ રાખવાથી આવે છે લક્ષ્મી, પરંતુ ન કરશો આ ભુલો
- જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં દુઃખ દર્દનો વાસ થતો નથી.
- તમામ શાલિગ્રામ શીલાઓમાં વાસ્તુ દોષને દુર કરવાની સારી શક્તિ છે.
- આ શિલાઓ દુર દુર સુધી સમૃદ્ધિ, સુરક્ષા અને શાંતિ જાળવી રાખે છે.
હિંદુ ધર્મમાં શાલિગ્રામનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનુ રૂપ છે. શૈવ સંસ્કૃતિમાં માનવામાં આવ્યુ છે કે ભગવાન શિવ જ્યાંથી પસાર થાય છે ત્યાં તેમના પગની નીચે આવતા કાંકરા અને પત્થરે શાલિગ્રામનું રુપ ઘારણ કરી લીધુ. શૈવ લોકો શાલિગ્રામને જાગૃત મહાદેવ માને છે. શાલિગ્રામના લગભગ 33 પ્રકાર હોય છે, તેમાંથી 24 પ્રકારના શાલિગ્રામને ભગવાન વિષ્ણુના 24 અવતાર સંબંધિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં શાલિગ્રામ હોય છે ત્યાં દુઃખ દર્દનો વાસ થતો નથી. જો શાલિગ્રામ સંબંધિત નિયમોનું પાલન કરવામાં ન આવે તો અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.
ગરૂડ પુરાણ અને સ્કંદ પુરાણ અનુસાર તમામ શાલિગ્રામ શીલાઓમાં વાસ્તુ દોષને દુર કરવાની સારી શક્તિ છે. જોકે વાસ્તુ દોષને દુર કરવા માટે જે સૌથી વધુ ઉપયોગી છે તે છે મત્સ્ય શાલિગ્રામ, નારાયણ શાલિગ્રામ, ગોપાલ શાલિગ્રામ, સુદર્શન શાલિગ્રામ અને વામન શાલિગ્રામ શિલા. કોઇ પણ વિશેષ ક્ષેત્રની નકારાત્મકતાને દુર કરવા માટે મોટા આકારના જનાર્દન શાલિગ્રામ, નરસિંહ શાલિગ્રામ, વરાહ શાલિગ્રામ અને સુદર્શન શાલિગ્રામ શિલાને સૌથી શક્તિશાળી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શિલાઓ દુર દુર સુધી સમૃદ્ધિ, સુરક્ષા અને શાંતિ જાળવી રાખે છે.
શાલિગ્રામ ઘરમાં રાખવાના લાભ
શાલિગ્રામના પૂજનથી આધ્યાત્મની પ્રાપ્તિ થાય છે. જો લોકો સુખ સમૃદ્ધિની ઇચ્છા માટે શાલિગ્રામની પૂજા કરે છે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. શાલિગ્રામના પૂજનથી આર્થિક લાભ થાય છે. સાંસારિક સુખની પ્રાપ્તિ થાય છે. શાલિગ્રામને ઘરમાં રાખવાથી કેટલાક ચમત્કારિક ફાયદા થાય છે. જે ઘરમાં શાલિગ્રામની પૂજા થાય છે, ત્યાં સદા લક્ષ્મીજીનો વાસ રહે છે. શાલિગ્રામની પૂજા કરવા માટે કેટલાક નિયમો પાળવા જરૂરી છે.
આચરણ શુદ્ધ રાખો
શાલિગ્રામ વૈષ્ણવ ધર્મનુ સૌથી મોટુ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તેના પૂજનમાં આચાર-વિચાર શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
રોજ કરો પૂજા
શાલિગ્રામની રોજેરોજ પૂજા કરવી જોઇએ. વળી ઘરમાં એક જ શાલિગ્રામ રાખવા જોઇએ. ઘણા ઘરમાં એક કરતા વધુ શાલિગ્રામ હોય છે, તે ઉચિત નથી.
પંચામૃત-ચંદન અને તુલસી
પૂજા પહેલા શાલિગ્રામને રોજ પંચામૃતથી સ્નાન કરાવવુ જોઇએ. શાલિગ્રામ પર ચંદન લગાવીને તેની પર તુલસીનુ એક પત્તુ રાખવુ જોઇએ. ચંદન પણ અસલી હોવું જોઇએ.
આ પણ વાંચોઃ પ્યાર કિયા તો નિભાનાઃ તમારા સંબંધોને મજબૂત બનાવો આ રીતે