ધર્મ

Vastu Tips: મોરપીંછને ઘરમાં રાખવાથી થાય છે આર્થિક લાભ, બસ જાણી લો આ મહત્વના નિયમો

Text To Speech

Peacock Feather Benefits: શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણને મોરપીંછ ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય હિન્દુ ધર્મ અનુસાર, માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરપીંછ ખૂબ પ્રિય છે. મોરપીંછ માત્ર ઘરની સુંદરતા જ નથી વધારતું, પરંતુ અન્ય ઘણા ફાયદાઓ પણ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછનો સુખ-સમૃદ્ધિ અને સંપત્તિની સાથે સંબંધ જણાવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે. જો કે, આનાથી સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

મોરપીંછને લગાવવાની સાચી દિશા કઈ છે?

મોરપીંછને ઘરમાં રાખતા પહેલા તમારે આ નિયમો જાણી લેવા જોઈએ. કોઈપણ શુભ અવસર પર જ્યારે પણ મોરપીંછ ખરીદીને ઘરે લાવો તો તેને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો. આ દિશા મોરપીંછ રાખવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં કોઈ પ્રકારની આર્થિક સમસ્યા હોય તો તે દૂર થઈ જશે. આ સાથે પરિવારના સભ્યોની પ્રગતિના અન્ય માર્ગો પણ ખુલશે.

કુંડલીમાં છે રાહુ દોષ તો સાથે રાખો મોરપીંછ

વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિની કુંડળીમાં રાહુ દોષ હોય તો તેણે પોતાની પાસે મોરપીંછ જરૂર રાખવું જોઈએ. મોરપીંછ અનેક પ્રકારની નકારાત્મક ઉર્જાના પ્રસારને અટકાવે છે અને તેને ઘરમાં રાખવાથી ગ્રહ દોષોથી મુક્તિ મળે છે.

લોકરમાં રાખો મોરપીંછ

વાસ્તુ નિષ્ણાતો કહે છે કે, મોરપીંછ લોકરમાં રાખવાથી ધનમાં વધારો થાય છે. તેની સાથે આર્થિક સંકટની સમસ્યા પણ દૂર થાય છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટી કરતા નથી.

Back to top button