ગુજરાતટોપ ન્યૂઝનવરાત્રિ-2022

નવરાત્રિના ગણતરીના કલાકો બાકી ત્યારે કેવી છે માર્કેટની સ્થિતિ, જુઓ વીડિયો

Text To Speech

આવતી કાલને રોજ સોમવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. છેલ્લા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે આ તહેવાર પર ઘણા નિયંત્રણો આવ્યા હતા. તે બાદ ગયા વર્ષે સરકાર દ્વારા થોડી છુટ છાટ સાથે નવરાત્રિની પરવાનગી આપવામાં આવી હતી પણ આ વર્ષે બધી જ છુટછાટ આપવામાં આવતા એ જ રંગે અને ઢંગે નવરાત્રિ રમાવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં નવરાત્રિ તહેવારને લઈને લોકો પહેલેથી જ ઉત્સાહિત છે. આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદના બજારોમાં લોકો જોરદાર ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં નવરાત્રિ અલગ રીતે ઉજવવામાં આવે છે.

નવરાત્રિ-2022 નો ઉત્સાહ છેલ્લા વર્ષોમાં કોરોના રોગચાળાને કારણે ઓસરી ગયો હતો પણ આ વખતે સ્થિતિ સામાન્ય છે અને ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. શિલ્પકારોએ માતાની મૂર્તિઓને આખરી ઓપ આપી દીધો છે તેમજ ગરબા રસીકો ગરબાની પ્રેક્ટિસ પણ કરી ચુક્યા છે.

આ પણ વાંચો : યા દેવી સર્વભૂતેષુ… : કાલથી આદ્યશકિતની આરાધનાનું પર્વ નવરાત્રિ

ચણિયા ચોળીમાં ધૂમ ખરીદી:

નવરાત્રિની ખરીદી પણ માર્કેટમાં જોરોશોરથી ચાલી રહી છે કાલથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે માર્કેટમાં અમદાવાાદના નવરાત્રિ માટેના સૌથી મોટા માર્કેટમાં ચણિયા ચોળીના , કેડિયા, ટોપી, મોજડી, અલગ અલગ ઓર્નામેન્ટ્સ સહિત અનેક વસ્તુની ખરીદી માટે માર્કેટમાં પડાપડી જોવા મળી રહી છે. અમદાવાદના લો ગાર્ડનમાં લગભગ 200 જેટલા સ્ટોલ આવેલા છે. દરેક સ્ટોલમાં પોતાની શ્રેષ્ઠ વસ્તુઓનું પ્રદર્શન કરી રહ્યા છે. અમદાવાદમાં લો ગાર્ડન ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો નવરાત્રિની ખરીદી કરવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્ય માંથી આવી રહ્યા છે. હવે આજનો જ દિવસ બાકી છે ત્યારે ચણિયા ચોળીના ભાવમાં આગલા દિવસો કરતા ઓછો ભાવ જોવા મળ્યો હતો.  500 થી લઈને 3500 સુધીના ભાવની ચણિયા ચોળી માર્કેટમાં વેચાય રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

ઓર્નામેન્ટ્સમાં એક થી એક વેરાયટી:

અમદાવાદના માર્કેટમાં ઓર્નામેન્ટ્સમાં આ વખતે એક થી એક નવી વેરાયટી જોવા મળી છે. હાથના કડલા, ચૂડી, પાટલા, ગળામાં પહેરવાના સેટ અને નેકલેશમાં અવનવી વેરાયટી જોવા મળી છે. આ સાથે કેડે બાંધવાના કંદોરાને બદલે આ વખતે માર્કેટમાં કેડે પહેરવાનાં ડાયમન્ડ વારા પટ્ટા માર્કેટમાં ખુબ જ વેચાય રહ્યા છે. હાલ નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ત્યારે લોકો અવનવી ડિઝાઈન અને ભાત ભાતના કપડાની ખરીદી કરી રહ્યા છે. તો અવનવા ફેશનના ઓર્નામેન્ટ્સની પણ ડિમાન્ડ કરી રહ્યા છે. જે ઓર્નામેન્ટ્સમાં પણ 50 રુ થી લઈને 1000 રુ સુધીના એક થી એક ચડિયાતા ઓર્નામેન્ટ્સની ઉપલબ્ધ છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

છેલ્લા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે જે પ્રતિબંઘો લાગેલા હતા અને જાહેર ગરબા પર રોક લગાવવાની સાથે સાથે શેરી ગરબામાં પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. હવે આ વર્ષે પરિસ્થિતિમાં ફેરફાર થતા લોકોમાં નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં પણ તહેવારને લઈ રોનક દેખાઈ રહી છે. કાલથી નવરાત્રિની શરુઆત થઈ રહી છે ત્યારે અમદાવાદીઓમાં નવરાત્રિનો ઉત્સાહ સમાતો નથી. ત્યારે કોવિડ રોગચાળાને કારણે અહીં 2 વર્ષના અંતરાલ બાદ નવરાત્રીનો તહેવાર ઉજવા જઈ રહ્યો છે ત્યારે લોકો ખુશી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : નવરાત્રિમાં ઘટ સ્થાપનનું મહત્વ, શુભ મુહૂર્ત અને પુજા વિઘિ

Back to top button