ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી વરસશે લક્ષ્મીજીની કૃપાઃ જાણો અન્ય લાભ
હિન્દુ ધર્મમાં કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ ભગવાને કાચબાનો અવતાર લઇને સૃષ્ટિનો ઉદ્ધાર કર્યો હતો. બીજા અવતારના રૂપમાં કાચબો સમુદ્ર મંથનમાંથી નીકળ્યો હતો. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ કચ્છપ અવતારમાં આવીને મંદાર પર્વતને પોતાની પીઠ પર રાખ્યો હતો, તેથી આજે પણ તેની પુજા કરવામાં આવે છે.
આ સિવાય વાસ્તુશાસ્ત્રમાં પણ કાચબાને શુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ધાતુનો કાચબો ઘરમાં રાખવાનું શુભ માનવામાં આવે છે. ક્રિસ્ટલનો કાચબો ઘર કે ઓફિસમાં રાખવાથી વાસ્તુ દોષ દુર થાય છે. વિષ્ણુ ભગવાનની પત્ની લક્ષ્મીજી છે. જો કોઇ પોતાના ઘરમાં ક્રિસ્ટલનો કાચબો લઇને આવે છે તો ઘર માટે તે ખુબ સકારાત્મક માનવામાં આવે છે અને એક સકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થાય છે. ઘન ઘાન્યની પ્રાપ્તિ થાય છે. કાચબો કુબેરજી અને લક્ષ્મીજીના આશીર્વાદ પણ છે. કોઇ પણ વાસ્તુદોષ કે પછી આરોગ્ય સંબંધિત પરેશાની હોય અથવા તો ધનપ્રાપ્તિમાં કોઇ પણ સમસ્યા આવતી હોય તો કાચબાને ઘરમાં લાવવાથી તમામ સમસ્યાઓ ખતમ થાય છે.
ક્રિસ્ટલનો કાચબો પ્રભાવશાળી
ક્રિસ્ટલનો કાચબો વાસ્તુ મુજબ ખુબ જ મહત્ત્વનો માનવામાં આવે છે. કાચબો એક શાંતિથી ચાલનારો જીવ છે. જે ધરમાં કાચબાનો વાસ થાય છે ત્યાં ધન આપોઆપ આવે છે. લક્ષ્મીજી સાક્ષાત એ ઘરમાં નિવાસ કરે છે. ઘરમાં કાચબો રાખવાના કેટલાક નિયમો અને સિદ્ધાંત છે. જો આ નિયમોને સારી રીતે માનવામાં આવે તો કાચબો તમારા માટે ખુબ જ શુભ સાબિત થશે. કાચબો એક પ્રભાવશાળી યંત્ર ગણાય છે, તેનાથી વાસ્તુ દોષનું નિવારણ થાય છે.
કાચબો સાથે રાખવાના લાભ
- ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ઘરના લોકોને લાંબી ઉંમર મળે છે. સાથે સાથે તમામ પ્રકારની બીમારીઓ દુર થાય છે.
- કાચબાને પાસે રાખવાથી નોકરી અને પરીક્ષામાં સફળતા મળે છે.
- સ્ફટિકનો કાચબો રાખવાનું ઘર માટે ખુબ શુભ માનવામાં આવે છે. જો તમને નોકરીમાં સફળતા ન મળતી હોય તો ક્રિસ્ટલનો કાચબો રાખવાનુ શુભ મનાય છે.
- ક્રિસ્ટલનો કાચબો ઘરમાં ખુશીઓ લાવે છે. તે સૌભાગ્ય આપનાર પણ મનાય છે.
- ક્રિસ્ટલનો કાચબો બેડરૂમમાં પણ રાખી શકાય છે. તેનાથી પતિ પત્નિ વચ્ચેના સંબંધો સારા રહેશે
- ક્રિસ્ટલનો કાચબો આરોગ્ય માટે પણ સારો માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ફક્ત 14 દિવસ માટે બંધ કરો ખાંડનું સેવન આ જુઓ ફરક