ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

શ્રાવણમાં હેલ્ધી ફાસ્ટિંગ માટે રાખો આ વાતનું ધ્યાન, નહીં થાય નુકસાન

  • શ્રાવણમાં ઉપવાસ કરવાનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. જો હેલ્ધી ફાસ્ટિંગ કરવામાં આવે તો તમે આખું વર્ષ આરોગ્યપ્રદ રહી શકો છો 

HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર ગણાય છે. આ મહિનામાં વ્રત કરવાનું પણ ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે. ભગવાન શિવને સમર્પિત આ મહિનો માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં પણ આરોગ્યની દૃષ્ટિએ પણ ફાયદાકારક માનવામાં છે. તેનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે વ્યક્તિને અનેક બીમારીઓ થવા લાગે છે. આ રોગોથી બચવા માટે વ્યક્તિ માટે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવા ખૂબ જ જરૂરી હોય છે. આ ઋતુમાં શરીરમાં રહેલા ત્રણ દોષ અસંતુલિત થાય છે અને તેના કારણે પાચન શક્તિ પણ નબળી પડવા લાગે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ મંદ પડી જાય છે, પરંતુ ઉપવાસ વ્યક્તિના પાચનતંત્રને આરામ આપે છે, જે તેના મેટાબોલિક રેટને વધારવામાં પણ મદદ કરી શકે છે. તમને ઉપવાસનો ફાયદો ત્યારે જ થાય છે, જ્યારે તમે તેને યોગ્ય રીતે કરો છો. જાણો ઉપવાસ દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

શ્રાવણમાં હેલ્ધી ફાસ્ટિંગ માટે રાખઓ આ વાતનું ધ્યાન, રહી શકશો હેલ્ધી hum dekhenge news

 

શ્રાવણમાં હેલ્ધી રહેવા માટે ફોલો કરો આ ટિપ્સ

  • શ્રાવણમાં પર્યાપ્ત માત્રામાં પાણી પીવાની કોશિશ કરો. દિવસ દરમિયાન 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે તમે દિવસની શરૂઆત લીંબુ પાણી, લસ્સી અથવા નારિયેળ પાણીથી કરી શકો છો.
  • આહારમાં એવા ફળોને સામેલ કરો જેમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય.
  • ઉપવાસ દરમિયાન એસિડિટીની સમસ્યાથી બચવા માટે ખાલી પેટ રહેવાનું ટાળો.
  • ઉપવાસ દરમિયાન તમારી એનર્જી જાળવી રાખવા માટે ડ્રાયફ્રુટ્સનું સેવન કરો. આ સિવાય તમે કેળા પણ ખાઈ શકો છો, તેમાં આયર્ન અને પોટેશિયમની સાથે નેચરલ સુગર પણ હોય છે. જે તમને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.
  • ઉપવાસ દરમિયાન ઉર્જા જાળવી રાખવા માટે દૂધ સાથે ફળ અથવા નટ્સનું સેવન કરી શકો છો
  • ઉપવાસ ખોલતી વખતે થાળીમાં ભારે ખોરાક ન નાખો. ભારે અથવા તળેલું ખોરાક ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં હંમેશા હળવા ખોરાકથી ઉપવાસ ખોલો.

શ્રાવણમાં આ વાતનું પણ રાખો ધ્યાન

  • ઉપવાસ દરમિયાન હળવો અને તાજો ગરમ ખોરાક ખાઓ.
  •  પાચનતંત્ર પર વધુ પડતા દબાણને ટાળવા માટે ઓછામાં ઓછું એક વખતનું ભોજન સ્કીપ કરો.
  • વધુ પડતી શારીરિક અને માનસિક કસરત ન કરો કારણ કે તેનાથી વાત દોષ વધી શકે છે.
  • તમારી દિનચર્યામાં તેલ માલિશનો સમાવેશ કરો. થોડી વાર પછી હુંફાળા પાણીથી સ્નાન કરો.
  • આ ઋતુમાં કાચા શાકભાજી અને સલાડ ખાવાનું ટાળો.
  • હળવું વર્કઆઉટ અને યોગાસન કરો.
  • ભીનાં કપડાં પહેરવાથી ફંગલ ઈન્ફેક્શન થવાની સંભાવના રહે છે. તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કપડાં પ્રોપર સુકાયેલા હોય.

આ પણ વાંચોઃ ખાલી પેટે બ્રેડ કદી ન ખાતા, ડાયાબિટીસ સહિત થશે અનેક બીમારી

Back to top button