ધર્મ

પ્રસાદ બનાવતા, ચઢાવતા અને આરોગતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

Text To Speech

હિંદુ ધર્મમાં થનારી લગભગ દરેક પૂજા પાઠમાં પ્રસાદનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રસાદને ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો પ્રસાદ બનાવતા ચઢાવતા અને ખાતી વખતે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. જો તમને એ વાતની જાણ ના હોય તો આજે આ માટે વિસ્તારથી કહેવા જઇ રહ્યા છીએ. એવું કહેવામાં આવે છે કે પ્રસાદનો સંબંધ પૃથ્વી તત્વથી છે. એવામાં ભગવાનને પ્રસાદ અથવા ભોગમાં ભૂલથી પણ મીઠું મરચું અને તેલનો ઉપયોગ કરવો જોઇએ નહીં. ભગવાનને ચઢાવવામાં આવતા પ્રસાદમાં મીઠી ચીજોનો જ પ્રયોગ શુભ માનવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે પ્રસાદમાં તુલસીના પાનનો ઉપયોગ જરૂરથી કરવો જોઇએ. માન્યતાઓ અનુસાર અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ પ્રકારનો પ્રસાદ ચઢાવવો જોઇએ. કહેવાય છે કે દરેક દેવી દેવતાના કંઇક પ્રિય ભોગ હોય છે. એવામાં પ્રસાદ ચઢાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાનને ભોગ લગાવ્યાના તરત બાદ જ એને હટાવી લેવો જોઇએ નહીં. પરંતુ ભોગને થોડા સમય માટે ભગવાન પાસે મૂકી રાખવો જોઇએ. તરત હટાવી લેવાથી એમનું અપમાન માનવામાં આવે છે.

ભગવાનને ભોગ ચઢાવતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું જોઇએ. કહેવાય છે કે ભોગ સદૈવ ભગવાનની પ્રતિમાની દક્ષિણ દિશામાં રાખવો જોઇએ. એવું પણ કહેવામાં આવે છે કે બનાવેલો ભોગ દેવી દેવતાની ડાબી બાજુ અને કાચો ભોગ જમણી તરફ રાખવો જોઇએ. એવી માન્યતા છે કે પ્રસાદ હંમેશા આગળની તરફ નમીને ગ્રહણ કરવો જોઇએ. પ્રસાદના સંદર્ભમાં એવું કહેવાય છે કે ગ્રહણ કરવા માટે ક્યારેય ના પાડવી જોઇએ નહીં ભલે એ પ્રસાદ તમને તમારો દુશ્મન આપે.

Back to top button