કાળઝાળ ગરમી અને તાપથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા
- ગરમીને લઈને આરોગ્ય વિભાગે બહાર પાડી માર્ગદર્શિકા
- હીટવેવ દરમિયાન બપોરે 12 વગ્યાથી 04 વાગ્યા સુધી બહાર ન નિકળવું
- બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધોએ તડકામાં વિશેષ કાળજી લેવી
ઉનાળાની શરુઆત થતા જ રાજ્યમાં તાપ અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. અને હવામાન વિભાગ દ્વારા પણ તાપમાનમાં વધારો થવાની ત્યાર બાદ આકરી ગરમી પડવાની આગાહી કરવામા આવી છે. ત્યારે તાપમાં ગરમીથી બચવા આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયી માર્ગદર્શિકા
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકામાં ખાસ કરીને હીટવેવ દરમ્યાન તાપમાં ગરમીથી બચવા બપોરે 12થી4 દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનુ ટાળવા, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડાં પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધોએ આ વાત ધ્યાન રાખવું
નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યકિતઓએ તાપમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ તાપથી બચવા કપડાંથી માથું ઢાંકી રાખવું જોઈએ, અને અવાર-નવાર ભીનાં કપડાથી શરીરને લૂછવું, ઠંડુ પાણી,લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ.જેવી વસ્તુઓનો પુષ્કળ પ્રમાણ ઉપયોગ કરવો, ગરમીમા બાળકોને કેસુડાનાં ફૂલ તથા લીમડાના પાનથી સ્નાન કરવવું. ગરમીમાં બહારથી આવ્યા હોય તો શરીરનું તાપમાન નીચુ આવ્યા બાદ જ સ્નાન કરવુ,
ખાવા – પીવામાં રાખો આ કાળજી
ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો ન જોઈએ, તેમજ બજારમાં મળતી બરફવાળી દૂધની અને માવાની આઈટમ પણ ન ખાવી જોઈએ, તેમજ આ દરમિયાન ઉપવા કરવાનું પણ ટાળવું જોઈએ, ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શકયતા વધી જતી હોય છે. જેથી તેથી તેનું સેવન ન કરવું જોઈએ.
લૂ લાગવાના લક્ષણો
જો કોઈને માથું દુઃખવું, પગની પીંડીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું – ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા,ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, તેમજ અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ.
રોજિંદા વપરાશમા આ વસ્તુનો કરો ઉપયોગ
વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ(વાળા), અને કાળી દ્રાક્ષનું શરબત પીવો જોઈએ અને રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે તે પાણીનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ તરબુચનો ઉપયોગ સવારે અને બપોરે ઉપયોગ કરવો જોઈએ
આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાય છે
ગરમીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આરોગ્ય વિભાગ રાજ્ય સરકાર દ્વારા ઉનાળા દરમ્યાન બહાર પાડવામાં આવતી ખાસ માર્ગદર્શિકામાં ગરમીમાં ધ્યાન રાખવાની બાબતો વિશે જણાવવામાં આવે છે.
આ પણ વાંચો : વડોદરા: મસ્જિદ પાસેથી પસાર થતી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, મૂર્તિને ખંડિત કરવાનો પ્રયાસ