ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

મેટ્રિમોનિયલ સાઇટ્સ જીવનસાથી શોધતા હો તો આ બાબતોનું રાખો ધ્યાન

  • છેલ્લા થોડા સમયથી વધ્યો ઓનલાઇન પાર્ટનર શોધવાનો ટ્રેન્ડ
  • મેટ્રિમોનિયલ સાઇટ્સ બની રહી છે હોટ ફેવરિટ
  • મેટ્રિમોનિયલ સાઇટ્સ પર અનેક જુઠ્ઠાણા બોલવામાં આવે છે

બદલાતા સમયની સાથે લગ્ન કરવાની રીતમાં ઘણા પરિવર્તનો આવ્યા છે. ફક્ત લગ્ન કરવાની રીતમાં નહીં, પરંતુ જીવનસાથી પસંદ કરવાની બાબતમાં પણ પરિવર્તનો આવ્યા છે. પહેલા લોકો પોતાના ઓળખીતા, મિત્રો કે પરિવારજનોને આ અંગે વાત કરતા હતા. પહેલા માતા-પિતા પોતાના સંતાનો માટે જીવસાથી શોધતા હતા, પરંતુ હવે લોકો જાતે જ પોતાના માટે જીવનસાથી શોધે છે. ઓનલાઇન પાર્ટનર શોધવાનો ટ્રેન્ડ પણ વધ્યો છે. આવા પ્લેટફોર્મને મેટ્રિમોનિયલ સાઇટ્સ કહેવાય છે.

આમ તો ભારતમાં ઘણી બધી મેટ્રિમોનિયલ સાઇટ્સ છે, જે તમને પરફેક્ટ જીવનસાથી શોધવામાં મદદ કરવાનો દાવો કરે છે, પરંતુ આ સાઇટ્સ પર ફ્રોડ પણ ઘણા થાય છે. જો વ્યક્તિને તે અંગેની જાણ ન હોય તો જિંદગી બરબાદ થઇ જાય છે. અહીં તમને મેટ્રિમોનિયલ સાઇટ્સ પર બોલાતા કોમન જુઠ અંગે જણાવીએ છીએ.

મેટ્રિમોનિયલ સાઇટ્સ પર શોધી રહ્યા હો જીવનસાથી, તો આ બાબતોનું રાખો ધ્યાન hum dekhenge news

રંગને લઇને ખોટુ બોલવુ

ત્વયાનો રંગ આજે આપણા સમાજ માટે એટલો મોટો મુદ્દો છે કે લગ્ન પણ તુટી શકે છે. આવા સંજોગોમાં ઓનલાઇન સાઇટ્સ પર પોતાના રંગને લઇને ખુબ જુઠ્ઠુ બોલવામાં આવે છે, જેથી લોકો તેમને પસંદ કરે. ભલે આવા પ્રકારના જુઠથી કોઇની જિંદગી બરબાદ ન થાય, પરંતુ આ વાતો મનમાં શંકાના બીજ જરૂર રોપી શકે છે.

ઉંમરની ખોટી જાણકારી આપવી

વધુ ઉંમર થાય પછી પાર્ટનર મળવા મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં ખાસ કરીને છોકરીઓ ઉંમર છુપાવવા માટે જુઠનો સહારો લે છે. આમ કરનારા લોકો એવુ માનતા હોય છે કે તેમના પ્રોફાઇલ પર નજર કરી ઉંમર જોઇને જ લોકો આગળ વધી જાય છે, તેથી આ પ્રકારના જુઠ બોલવામાં આવે છે.

મેટ્રિમોનિયલ સાઇટ્સ પર શોધી રહ્યા હો જીવનસાથી, તો આ બાબતોનું રાખો ધ્યાન

પ્રોફેશન અંગે નથી બોલતા સત્ય

મેટ્રિમોનિયલ સાઇટ્સના એવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે જેમાં છોકરાઓ પોતાના પ્રોફેશન અંગે વધારીને કહે છે, કેમકે તેમને જલ્દી માંગા આવે અને તેમના સંબંધો જલ્દી બંધાય. તેથી જરૂરી છે કે લગ્નની વાત આગળ વધારતા પહેલા ઓફિશિયલ પેપર્સ ચેક કરી લો.

ફેમિલિ બેકગ્રાઉન્ડ વિશે ખોટી માહિતી

દરેક વ્યક્તિ એક ઇજ્જતદાર અને સમૃદ્ધ પરિવાર સાથે સંબંધો જોડવા ઇચ્છે છે. જેથી સમાજમાં તેમનું સન્માન વધી શકે. આ વાતનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો મેટ્રિમોનિયલ પ્રોફાઇલમાં પોતાના ફેમિલિ બેકગ્રાઉન્ડ અંગે ખોટુ કહે છે. વિદેશમાં સેટલ હોવાનું લખવુ સામાન્ય બાબત છે. સોનેરી ભવિષ્યની આશાએ લોકો ભરોસો કરી લે છે. તેથી લગ્ન નક્કી કરતા પહેલા આવી બાબતોની યોગ્ય તપાસ કરવી જોઇએ.

મેટ્રિમોનિયલ સાઇટ્સ પર શોધી રહ્યા હો જીવનસાથી, તો આ બાબતોનું રાખો ધ્યાન hum dekhenge news

ભુતકાળના સંબંધો અંગે ખોટુ બોલવુ

મેટ્રિમોનિયલ સાઇટ્સ પર પોતાના માટે પરફેક્ટ જીવસાથી શોધવો મુશ્કેલ હોય છે. કેટલાય લોકો પોતાની લવ રિલેશનશિપ અંગે છુપાવે છે અને કેટલાક લોકો તો પહેલીવાર પોતાના લગ્ન થઇ ગયા હોવાની વાત પણ છુપાવી દે છે. લગ્ન થયા બાદ વ્યક્તિને ભૂતકાળ અંગે જાણ થાય છે, ત્યારે મોડુ થઇ ગયુ હોય છે.

આ પણ વાંચોઃ તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે શું છે ? જાણો

Back to top button