ટ્રેન્ડિંગબિઝનેસયુટિલીટીલાઈફસ્ટાઈલ

સુપરમાર્કેટમાં શોપિંગ કરતી વખતે આ પાંચ વાતનું રાખો ઘ્યાન, પૈસા બચશે

  • આજકાલ નજીકની કરિયાણાની દુકાને નહિ, પરંતુ સુપરમાર્કેટમાં શોપિંગ કરવાનો ટ્રેન્ડ ખૂબ ચાલ્યો છે, તેમાં તમારા કેટલા પૈસા ખર્ચાઈ જાય તેનો ખ્યાલ રહેતો નથી

HD ન્યુઝ ડેસ્કઃ પહેલાની મહિલાઓ મહિનાના જરૂરી સામાનનું લિસ્ટ બનાવીને કરિયાણાની દુકાનમાં જતી અને જોઈએ તેટલી વસ્તુઓ લઈ લેતી હતી, પરંતુ આજકાલ તો સુપરમાર્કેટ કે મોલ કલ્ચરનો જમાનો આવ્યો છે, તેના ફાયદાની સાથે નુકસાન પણ છે. સુપરમાર્કેટમાં પગ મૂકતાની સાથે જ આપણને લાગે છે કે જાણે આપણા ખિસ્સામાંથી પૈસા ઉડી જાય છે જાણે કે તેને પાંખો હોય છે, જ્યારે આપણે મોટા શોપિંગ બિલ સાથે ઘરે પાછા ફરીએ છીએ, ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ અને સમજી પણ શકતા નથી કે આપણે બહુ ઓછી વસ્તુઓ ખરીદી છે, છતાં પણ ખર્ચ કેવી રીતે વધી ગયો?

ઘણી વખત આપણે જરૂરી વસ્તુઓ માટે પણ પૈસા બચાવી શકતા નથી. આવી સ્થિતિમાં, તમારે સુપરમાર્કેટમાંથી ખરીદી કરવાનું બંધ ન કરવું જોઈએ, પરંતુ કેટલીક પદ્ધતિઓ ચોક્કસપણે અપનાવી શકાય છે, જે તમારા પૈસા બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તમે કેટલીક ટિપ્સ અપનાવીને પૈસા બચાવી શકો છો. જેના કારણે તમારા માસિક બજેટને અસર પણ નહીં થાય.

સુપરમાર્કેટમાં શોપિંગ કરતી વખતે આ પાંચ વાતનું રાખો ઘ્યાન, પૈસા બચી જશે hum dekhenge news

લિસ્ટ બનાવ્યા પછી જ શોપિંગ કરો

સુપરમાર્કેટમાં વધુ પૈસા ખર્ચવાનું એક કારણ એ છે કે તમે વસ્તુઓની યાદી બનાવ્યા વિના ખરીદી કરવા જાઓ છો. આવી સ્થિતિમાં, ઘણી વખત તમે એવી વસ્તુઓની ખરીદી કરી બેસો છો જેની જરૂર હોતી નથી અને બજેટ કરતા વધુ પૈસા ખર્ચાઈ જાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ ત્યારે અગાઉથી જ જે વસ્તુઓ ખરીદવાની હોય તેનું લિસ્ટ બનાવો, લિસ્ટ બહારનું શોપિંગ ન કરો. આમ કરવાથી તમે બિનજરૂરી ખર્ચથી બચી શકશો.

માત્ર જરૂરી વસ્તુઓની ખરીદી કરો

સુપરમાર્કેટમાં ગયા પછી ઘણા લોકો બિનજરૂરી વસ્તુઓ પણ ખરીદે છે. રસોડાના કાગળ જેવી વસ્તુઓ, ઘરની સજાવટની વસ્તુઓ, જેની આપણને ખરેખર જરૂર હોતી નથી. બિનજરૂરી વસ્તુઓ કેટલો ખર્ચ વધારી દે છે તે સમજી શકાતું નથી. બિનજરૂરી ખર્ચથી બચવા માટે ફક્ત જરૂરી વસ્તુઓની જ ખરીદી કરો. કામની ન હોય તેવી વસ્તુઓ તરફ નજર પણ ન કરો.

ખરીદી કરવા બાળકોને લઈને ન જાવ

સુપરમાર્કેટ એક એવી જગ્યા છે જ્યાં તમામ સામાન તમારી આંખોની સામે હોય છે. અહીં બાળકોના રમકડા અને ચોકલેટ જેવી અનેક વસ્તુઓ નજર સામે જ રાખવામાં આવી હોય છે, તે જોઈને બાળકોનું મન લલચાય છે. તેથી શક્ય હોય તો બાળકોને સાથે લઈને ખરીદી કરવા ન જાઓ છો. ઘણી વખત બાળકો વિવિધ વસ્તુઓની જીદ કરવા લાગે છે અને તમે તે ખરીદવા માટે મજબૂર બનો છો. બાળકો ઈમોશનલ બ્લેકમેલ કરવામાં પણ માહેર હોય છે. તેથી તમે એકલા જ મંથલી શોપિંગ કરવા જાવ.

સુપરમાર્કેટમાં શોપિંગ કરતી વખતે આ પાંચ વાતનું રાખો ઘ્યાન, પૈસા બચી જશે hum dekhenge news

જથ્થાબંધ ખરીદી કરીને પૈસા બચાવો

જ્યારે પણ તમે સુપરમાર્કેટમાં ખરીદી કરવા જાઓ ત્યારે માત્ર તે જ વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરો જે લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય. આમ કરવાથી તમારે ખરીદી માટે વારંવાર આવવું નહીં પડે. આ માત્ર બચતમાં પરિણમશે નહીં, પરંતુ જથ્થાબંધ ખરીદી પણ તમને ઘણી ઑફર્સ આપે છે, જે તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બગડી જાય તેવી વસ્તુઓને જથ્થામાં ખરીદશો નહીં.

આ બાબતોથી પણ પૈસા બચશે

સુપરમાર્કેટમાં ખરીદી કરતી વખતે, બિનજરૂરી ખર્ચને ટાળવા માટે કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જ્યારે પણ તમે ખરીદી કરવા જાઓ ત્યારે કેરી બેગ સાથે લઈને જાવ, કારણ કે સુપરમાર્કેટમાં તમારે કેરી બેગ માટે અલગથી પૈસા ચૂકવવા પડશે. જો તમે સુપરમાર્કેટના નિયમિત ગ્રાહક છો, તો તમે ત્યાં સભ્યપદ લઈ શકો છો, જેમાં કેટલીક ઑફર્સ સમયાંતરે ઉપલબ્ધ હોય છે. આ સાથે, તમે ઉત્પાદનો પર મોટું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.

આ પણ વાંચોઃ મરચુ ફ્રીમાં લાવજે, ડુંગળી ગોળ હોવી જોઈએ, શાક લેવા ગયેલા પતિને પત્નીના સૂચનો

Back to top button