ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ

Text To Speech

ફેંગશુઇ પ્રાચીન સમયથી ચાલી આવતી એક ચીની કળા છે, જેને ભાગ્ય અને સમૃદ્ધિ લાવવા માટે પ્રભાવશાળી માનવામાં આવે છે. ફેંગશુઇની વસ્તુઓ માત્ર ઘરની સજાવટમાં જ ઉપયોગી નથી, પરંતુ તે જીવનમાં ખુશહાલી અને સૌભાગ્ય લાવવામાં પણ કારગત સાબિત થાય છે. તો જાણો એવી કઇ ફેંગશુઇની વસ્તુઓ છે જે તમારા જીવનમાં સમૃદ્ધિ લાવે છે.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ

બામ્બુ પ્લાન્ટ

ફેંગશુઇમાં બામ્બુ પ્લાન્ટને લકી માનવામાં આવે છે. બામ્બુ લાલ રંગની રિબનથી બાંધેલું હોવુ જોઇએ. તેને ઘરના કોઇ પણ ખુણામાં રાખી શકાય છે, જોકે ત્યાં રોશનીની પુરતી વ્યવસ્થા હોવી જોઇએ.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ hum dekhenge news

એવિલ આઇ

એક પ્રસિદ્ધ ફેંગશુઇ આઇટમ છે એવિલ આઇ, જે તેની સાથે ગુડ લક લઇને આવે છે. ઘરમાંથી તમામ પ્રકારની બુરાઇઓ દુર કરવામાં તે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ hum dekhenge news

ફેંગશુઇ ક્રિસ્ટલ

આર્થિક પરેશાની સામે ઝઝુમતા હોય તો ઘરમાં ફેંગશુઇ ક્રિસ્ટલ રાખી શકો છો. તે ઘરમાં સુખ-સમૃદ્ધિની બાબતમાં સારા પરિણામો આપે છે. તેના કારણે ઘરમાં પૈસાની પરેશાની આવતી નથી.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ hum dekhenge news

ડ્રીમકેચર

આ એક લોકપ્રિય ફેંગશુઇ વસ્તુ છે. જો કોઇ વ્યક્તિને ખરાબ સપના આવતા હોય તો બેડરૂમમાં ડ્રીમકેટર લટકાવી દેવું જોઇએ. આમ કરવાથી ખરાબ સપના આવવાના બંધ થઇ જાય છે.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ hum dekhenge news

અબેકસ

અબેકસ દ્વારા પહેલા કેલ્ક્યુલેશનનું કામ થતુ હતુ. ઘરમાંથી પૈસા સાથે જોડાયેલી સમસ્યા દુર કરવા માટે ફેંગશુઇ આઇટમ રાખવી લાભદાયક મનાય છે. ઓફિસની સજાવટમાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ hum dekhenge news

ક્રિસ્ટલ ગ્લોબ

નોકરી અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે તમે ફેંગશુઇની આઇટમનો પ્રયોગ કરી શકો છો. તમે તેને ઓફિસ ટેબલની ઉત્તર-પુર્વ દિશામાં રાખી શકો છો. એકેડેમિક કરિયરમાં સારુ પ્રદર્શન કરવા માટે તમે તેને સ્ટડી ટેબલ પર પણ રાખી શકો છો.

ઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફઘરમાં રાખો ફેંગશુઇની આ વસ્તુઓઃ નહીં પડે પૈસાની તકલીફ hum dekhenge news

ગુલદાઉદી (Chrysanthemum)

ઘર પરિવારમાં ખુશીઓ લાવવા માટે ગુલદાઉદીનું ફુલ ખુબ જ લોકપ્રિય માનવામાં આવે છે. આ ફુલ તમારા પરિવાર અને જીવનમાં પોઝિટિવિટી અને ખુશીઓ લાવે છે.

આ પણ વાંચોઃ વધુ પડતુ પાણી પીવાથી હેલ્થ સુધરશે નહીં, બગડશેઃ ક્યાંક કિડનીને નુકશાન ન કરી બેસતા

Back to top button