લાઈફસ્ટાઈલહેલ્થ

આઠ કલાકની સારી ઊંઘ માટે આ ખાસ 5 બાબતોનું રાખો ધ્યાન

Text To Speech

સારી ઊંઘ એ સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનની નિશાની છે. વ્યક્તિ ઊંઘવાની ઈચ્છા રાખે છે પરંતુ ઘણી વખત સારી ઊંઘ માટે જરૂરી બાબતોને અવગણવા લાગે છે. જેના કારણે તેને ઈચ્છા છતાં સારી ઊંઘ નથી આવતી. આજે અહિં તમને પાંચ બાબતો વિશે જણાવી રહ્યા છે, જેને અનુસરીને વ્યક્તિ સારી ઊંઘ મેળવીને પોતાનું જીવન સુધારી શકે છે.

આ પણ વાંચો : જો તમને આ 7 બીમારાઓ છે તો ભૂલથી પણ ન ખાવું જોઈએ પનીર : થઈ શકે છે આડ અસર

નિયમિતતા : સારી ઊંઘ માટે નિયમિત સમયે સૂવું અને નિયમિત સમયે જાગવું જરૂરી છે. તમે તમારા કામની વ્યસ્તતા હોવ કે પછી વેકેશનમાં હોવ તો પણ સમયસર સૂવું અને જાગવું જરૂરી છે. તમારી ઊંઘની અનિયમિતતા તમારી દિનચર્યાને તોડે છે. જેની ખરાબ અસર વ્યક્તિની જીવનશૈલી પર પણ જોવા મળે છે.

લાઇટિંગ : સૂવાના એક કલાક પહેલાં, રૂમની લાઈટ બંધ કરો અથવા તેનો પ્રકાશ મંદ કરો. આનાથી મગજમાં મેલાટોનિન મુક્ત થાય છે, જે સારી ઊંઘનું મુખ્ય પરિબળ છે. સૂતા પહેલા મોબાઈલ-ગેજેટ્સનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેનો પ્રકાશ મેલાટોનિનને તોડવાનું કામ કરે છે.

તાપમાન : વ્યક્તિએ જ્યાં સૂવું હોય તે રૂમનું તાપમાન સંતુલિત હોવું જોઈએ. રૂમ ખૂબ ગરમ કે ખૂબ ઠંડો ન હોવો જોઈએ. કારણ કે ઓરડાનું તાપમાન જેટલું હોય છે, તેનાં કરતા મગજ તે તાપમાનને એકથી બે ડિગ્રી સેલ્સિયસ ઘટાડે છે. ઉપરાંત, ઠંડા રૂમમાં સૂવાથી વ્યક્તિને સારી ઊંઘ આવે છે.

ચા,કોફી કે દારૂ : દારૂ પીનારાઓની ઊંઘ વારંવાર તૂટી જાય છે, ઉપરાંત તેમને સપના પણ આવતા નથી. એ જ રીતે, રાત્રિભોજન પછી ચા કે કોફી પીવાથી ઊંઘ તૂટી જાય છે. રાત્રે ચા કે કોફી પીવાથી જ્યારે વ્યક્તિ સવારે ઉઠે છે ત્યારે તેને તાજગીનો અનુભવ થતો નથી અને તાજગી અનુભવવા માટે, સવારે ફરીથી ચા અને કોફી પીવાથી વ્યક્તિને કેફીનનું વ્યસન થઈ જાય છે.

પથારીથી અંતર : સવારે ઉઠ્યા બાદ સતત પલંગ પર ન બેસો, તે ફરીથી ઉંઘ પર પ્રભુત્વ જમાવી શકે છે. ફરીથી ઊંઘ ન આવે તે માટે, તરત જ બીજા રૂમમાં જાઓ અથવા કંઈક વાંચો. જો તમારે પુસ્તક વાંચવું ન હોય તો બીજા રૂમમાં જઇને ધ્યાન કરો. પથારીમાંથી ઉઠ્યા પછી તરત જ મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.

આમ, દરેક વ્યક્તિને આઠ કલાકની સારી ઊંઘ લેવા માટે આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

Back to top button