ગુજરાતચૂંટણી 2022

હાર્દિકને નાના ભાઈની જેમ સાથે રાખ્યો, ભાજપમાં કોંગ્રેસ જેવી લોકશાહી નથીઃ શક્તિસિંહ ગોહિલ

Text To Speech

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યો છે. અગાઉ તેણે ટ્વીટ કરીને કહ્યું હતુ કે, ઘણા લોકો ઈચ્છે છે કે હું કોંગ્રેસમાં રહું નહીં. પણ મને વિશ્વાસ છે કે કેન્દ્રીય નેતાગીરી પર વિશ્વાસ છે કે તે મને કોંંગ્રેસમાં રાખવાનો રસ્તો શોધશે. તેવામાં ઘણા સિનિયર કોંગી નેતાઓ હાર્દિક પટેલને મનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ, પ્રિયંકા વાડ્રાએ ટેલિફોનિક વાતચીત કર્યા બાદ હવે સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ હાર્દિક મુદ્દે નિવેદન આપ્યું.

ફાઈલ તસવીર

કોંગ્રેસમાં જે હીરો હતા તે ભાજપમાં ઝીરો થઈ ગયાઃ શક્તિસિંહ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે વધુ એક વખત હાર્દિક પટેલની નારાજગી મુદ્દે પ્રતિક્રિયા આપી… ભાવનગરમાં કોંગ્રેસની શિબિરમાં ઉપસ્થિત રહેલા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે હાર્દિક નાની વયનો છે અને મેં તેને નાના ભાઇની જેમ સાથે રાખીને કામ કર્યું છે… કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને દરેકને પોતાની વાત મુકવાનો અધિકાર છે… પરંતુ ભાજપમાં આવું નથી… ભાજપના આકાઓની સામે સહેજ પણ શબ્દ નીકળે તો તેની શું હાલત થાય તે સૌ કોઇ જાણે છે… શક્તિસિંહે કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા લોકો ઉપર પણ કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં જેમને પહેલી હરોળમાં સ્થાન મળતું અને જેઓ કોંગ્રેસમાં હીરો હતા… તેઓ ભાજપમાં જઇને ઝીરો થઇ ગયા છે…

Back to top button