ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ઉંમર વધવાની સાથે હાડકાને પણ રાખો હેલ્ધી, કરો આ વસ્તુનું સેવન

Text To Speech
  • અમુક ઉંમર થાય એટલે ધીમે ધીમે હાડકા ઘસાવા લાગે છે. હાડકા માટે સૌથી જરૂરી વસ્તુ કેલ્શિયમ છે. આ સિવાય આપણી ખોટી લાઈફસ્ટાઈલના લીધે અને ફિઝિકલ એક્ટિવીટીના અભાવના લીધે હાડકા વહેલા નબળા પડે છે.

ઉંમર વધવાની સાથે સાથે હાડકાં નબળાં થાય તે એક સામાન્ય સમસ્યા છે. તેની પાછળ ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટી ખાણીપીણી જવાબદાર છે. હાડકાં નબળાં પડે તો અનેક ગંભીર બીમારીઓનો ખતરો વધી જાય છે. આ કારણે હાડકાં જલ્દી તુટી જવાનો ડર રહે છે. તેથી દરેક ઉંમરમાં હાડકાનું ખાસ ધ્યાન રાખો. આજે એવી કેટલીક વસ્તુઓ વિશે જાણો જે તમારા હાડકા મજબૂત બનાવશે.

ઉંમર વધવાની સાથે હાડકાને પણ રાખો હેલ્ધી, કરો આ વસ્તુનું સેવન hum dekhenge news

વિટામીન ડી

વિટામીન ડી શરીરની સાથે સાથે હાડકા માટે પણ મહત્ત્વનું છે. આ વિટામીનની મદદથી શરીર કેલ્શિયમ શોષે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ શરીરમાં વિટામીન ડી ત્યારે જ બને છે, જ્યારે તમે તડકામાં જાવ છો. આ ઉપરાંત કેટલાક પદાર્થોનું સેવન કરીને પણ તમે વિટામીન ડી મેળવી શકો છો. તમારા ડાયટ લિસ્ટમાં સંતરાનો રસ, મશરૂમ અને ફોર્ટિફાઈડ મિલ્કને જરૂર સામેલ કરો.

ઉંમર વધવાની સાથે હાડકાને પણ રાખો હેલ્ધી, કરો આ વસ્તુનું સેવન hum dekhenge news

પ્રોટીન

શરીરને હેલ્ધી બનાવી રાખવા માટે પ્રોટીન જરૂરી છે. તે સ્કિન, હાડકા અને માંસપેશીઓ માટે ફાયદાકારક છે. તમારા ડાયટમાં દલિયા, સાબુત અનાજ, સીડ્સ, નટ અને કેટલાક શાકભાજી જેમકે બ્રોકલી, મકાઈ અને શતાવરીને સામેલ કરી શકો છો.

ઉંમર વધવાની સાથે હાડકાને પણ રાખો હેલ્ધી, કરો આ વસ્તુનું સેવન hum dekhenge news

કેલ્શિયમ

કેલ્શિયમ માંસપેશીઓ અને હાર્ટ માટે જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ શરીરમાં કેલ્શિયમ જાતે બનતું નથી. શરીરમાં કેલ્શિયમની કમી ખાવાથી પુરી થાય છે. તમારા લોહીમાં બ્લડસ્ટ્રીમમાં યોગ્ય રીતે કેલ્શિયમ નથી તો શરીર કેલ્શિયમની આપુર્તિ માટે હાડકાને પાતળા કરીને નુકશાન પહોંચાડી શકે છે. આ માટે તમારા ડાયટ લિસ્ટમાં ડેરી પ્રોડક્ટ્સ જેમકે દુધ, દહીં, પનીર, સોયાબીન, બીન્સ અને લીલા પાંદડાવાળા શાકભાજીને ડાયટમાં સામેલ કરો.

આ વાતોનું રાખો ધ્યાન

જ્યારે તમે જમો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે પ્રોટીન અને કેલ્શિયમ તેમાં જરૂર હોય. તમારે જમવામાં એવી વસ્તુઓને સામેલ કરવી પડશે, જેમાં એ બંને તત્વો હોય. ડેરી પ્રોડક્ટ્સ, બીન્સ, પનીર, દહીં, દુધ અને પાંદડાવાળા શાકભાજી તેમજ નટ્સમાં બંને વસ્તુ મળી આવે છે.

આ પણ વાંચોઃ ઠંડીનું સુપરફુડ છે બ્રોકલી, આ રેસિપીથી બનાવો ટેસ્ટી સુપ

Back to top button