ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલફોટો સ્ટોરી

કેદારનાથ ગુફા, લક્ષદ્વીપ અને હવે દ્વારકા: PM મોદીની મુલાકાતથી આ સ્થળો બન્યાં સુપ્રસિદ્ધ

  • વડાપ્રધાન મોદીએ ઊંડા દરિયામાં પાણીની નીચે જઈને ડૂબી ગયેલી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન કરીને પ્રાર્થના કરી હતી

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી અને અહીં પૂજા અર્ચના કરી હતી. ગુજરાતની તેમની મુલાકાત દરમિયાન, વડાપ્રધાને હજારો કરોડની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. દ્વારકામાં વડાપ્રધાને ઊંડા દરિયામાં પાણીની નીચે જઈને ડૂબી ગયેલી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન કરીને પ્રાર્થના કરી હતી. જેની તસવીર અને વીડિયો પણ પીએમ મોદીએ શેર કર્યા છે. થોડી જ વારમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો ઈન્ટરનેટ પર દ્વારકા શહેર વિશે સર્ચ કરવા લાગ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે, તે જગ્યા પોતે જ ચર્ચામાં આવી જાય છે. પાણીમાં ડૂબી ગયેલી શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી, કેદારનાથ ગુફા અને લક્ષદ્વીપ તેના તાજેતરના ઉદાહરણો છે. એ જ રીતે જ્યારે વડાપ્રધાન મોદીએ સિક્કિમના ગંગટોકની તસવીર શેર કરી હતી ત્યારે પણ લોકો ઇન્ટરનેટ પર તે જગ્યા વિશે સર્ચ કરવા લાગ્યા. આ પહેલીવાર નથી જ્યારે પીએમ મોદી કોઈ જગ્યાએ ગયા હોય અને તેના વિશે કોઈ ચર્ચા થઈ ન હોય. આ પહેલા પણ જ્યારે PM મોદી દેશના કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી અને પછી તસવીર શેર કરી હતી, ત્યારે લોકોએ ઈન્ટરનેટ પર તેના વિશે સર્ચ કર્યું એટલું જ નહીં પરંતુ ત્યાં જવા પણ લાગ્યા. તો ચાલો આપને જાણીએ તે પાંચ જગ્યાઓ વિશે જ્યાં પીએમ મોદીએ પગ મૂક્યો અને તે જગ્યા પ્રખ્યાત થઈ ગઈ અને અચાનક જ ત્યાં લોકોની અવરજવર ખૂબ વધી ગઈ.

1. વડાપ્રધાન મોદીએ ગુજરાતના દ્વારકામાં સ્કુબા ડાઈવિંગ કર્યું

વડાપ્રધાન મોદીએ રવિવારે ગુજરાતના દ્વારકામાં આવેલા દરિયામાં ઊંડા ઉતર્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની ડૂબી ગયેલી દ્વારકાનગરીના દર્શન કરીને ત્યાં પ્રાર્થના પણ કરી હતી. PM મોદીએ આ વિશે કહ્યું કે, “મેં દરિયાની અંદર જઈને પ્રાચીન દ્વારકાનગરીના દર્શન કર્યા અને માંને જે અનુભવ્યું તે હંમેશા મારી સાથે જ રહેશે.” પીએમએ વધુમાં કહ્યું કે, “આ અનુભવ મને ભારતના આધ્યાત્મિક અને ઐતિહાસિક મૂળ સાથે એક દુર્લભ અને ઊંડો સંબંધ પ્રસ્તુત કરે છે.”

PM IN DWARKA
PM IN DWARKA

PM મોદીએ પાણીની અંદર આવેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાનગરીને જોઈને ત્યાં પ્રાર્થના કરી હતી. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવા માટે મોરનાં પીંછાઓ સાથે દરિયામાં લઈ ગયા હતા. જે બાદ પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરીને લખ્યું કે, “પાણીમાં ડૂબી ગયેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. મેં આધ્યાત્મિક વૈભવ અને શાશ્વત ભક્તિના પ્રાચીન યુગ સાથેના જોડાણનો અનુભવ કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરે.”

PM IN DWARKA
PM IN DWARKA

પીએમ મોદીનો વીડિયો સામે આવતા જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વડાપ્રધાનના ફેસબુક પેજ પર અત્યાર સુધીમાં લગભગ 38 લાખ લોકોએ આ વીડિયો જોયો છે, જ્યારે 44 હજારથી વધુ લોકોએ તેને શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 44.4 મિલિયનથી વધુ લોકોએ જોયો છે. લોકો ઇન્ટરનેટ પર દ્વારકાનગરી વિશે સતત સર્ચ કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થશે તે નિશ્ચિત છે.

2. કેદારનાથ ગુફા

PM IN KEDARNATH CAVE
PM IN KEDARNATH CAVE

લોકસભા ચૂંટણી 2019ના પરિણામો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથની ગુફામાં ધ્યાન કર્યું હતું. આ પછી આ ગુફાએ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો. PMની ધ્યાન કરતાં હોય તેવી તસવીરો એટલી વાયરલ થઈ ગઈ કે ટૂંક સમયમાં જ આ ગુફા ખાસ પ્રવાસન સ્થળ બની ગઈ. પીએમ મોદી 18 મે 2019ના રોજ અહીં ગયા હતા અને ત્યારબાદ આ ગુફાની પ્રસિદ્ધિ એટલી બધી થઈ ગઈ કે મે મહિનામાં જ ઓક્ટોબર 2019 સુધીની તમામ બુકિંગ થઈ ગઈ. આ પછી, અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા દર વર્ષે વધતી રહી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 મેના રોજ કેદારનાથ મંદિરના દર્શન કર્યા બાદ ગુફામાં ધ્યાન કરવા ગયા હતા. વડાપ્રધાને આ ગુફામાં આખી રાત વિતાવી હતી. ગઢવાલ મંડળ વિકાસ નિગમ (GMVN) અનુસાર, હવે અહીં રાત્રિ રોકાણનો ખર્ચ 3700 રૂપિયા છે. જ્યારે પીએમ મોદી અહીં ગયા હતા ત્યારે અહીં રાત્રિ રોકાણની ફી 1500 રૂપિયા હતી અને આખા દિવસની ફી 990 રૂપિયા હતી. સમુદ્ર સપાટીથી 12 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલી આ ગુફામાં વાઈ-ફાઈ, ફોન અને બેડની પણ વ્યવસ્થા છે. આ જ કારણ હતું કે, વડાપ્રધાનના ગયા પછી તે ખૂબ ચર્ચામાં આવી હતી, ગુફામાં ધ્યાન કરતા વડાપ્રધાનની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

3. વડાપ્રધાનની લક્ષદ્વીપની તસવીરો થઈ હતી વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત બાદ ત્યાં પર્યટનને લઈને ઘણી ચર્ચા થઈ છે અને રાજકારણીઓથી લઈને અભિનેતાઓ સુધી દરેક ત્યાં જવા લાગ્યા છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે. ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપને પર્યટનનું હોટસ્પોટ ગણાવ્યું છે. જે બાદ દ્વીપ માટે મોટા પાયે ફ્લાઈટ બુકિંગ થઈ ગયું છે.

PM MODI LAKSHADWEEP
PM MODI LAKSHADWEEP

PMએ લક્ષદ્વીપ પ્રવાસ પર સ્નોર્કલિંગ અને મોર્નિંગ વોક પણ કર્યું હતું. જે બાદ તેમણે કહ્યું હતું કે, “જેઓ તેમના આંતરિક સાહસને અપનાવવા માંગે છે, લક્ષદ્વીપ તમારી યાદીમાં હોવું જોઈએ. મેં મારા રોકાણ દરમિયાન સ્નોર્કલિંગ પણ કર્યું અને આ ખૂબ જ આનંદદાયક અનુભવ હતો.” લક્ષદ્વીપમાં મોર્નિંગ વોકનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, “અહીંના નૈસર્ગિક દરિયાકિનારા પર મોર્નિંગ વોક પણ અદ્ભુત પળોમાંથી એક રહી.

PMની લક્ષદ્વીપની તસવીરો સામે આવતા જ તે વાયરલ થવા લાગી હતી. ફિલ્મ સેલિબ્રિટીથી લઈને સોશિયલ મીડિયા સુધી બધા લોકો માલદીવને બદલે લક્ષદ્વીપ જવાની વાત કરવા લાગ્યા. જેનું પરિણામ એ આવ્યું કે, આ દ્વીપસમૂહની માર્ચ 2024 સુધીની એર ટિકિટ વેચાઈ ગઈ. ગયા વર્ષે લક્ષદ્વીપ જનારા પ્રવાસીઓની સંખ્યા લગભગ 25 હજાર હતી જે આ વખતે અનેકગણી વધી શકે છે. અગાટ્ટી ખાતે એરસ્ટ્રીપ છે. કોચીથી અહીં પહોંચી શકાય છે. અગાટ્ટીથી કાવારત્તી અને કદમત સુધી બોટ સેવા ઉપલબ્ધ છે. અગાટ્ટીથી કાવારત્તી સુધી હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે. આટલું જ નહીં, કોચીથી અગાટ્ટીની ફ્લાઈટ લગભગ દોઢ કલાકની છે. કોચીથી 14થી 18 કલાકમાં જહાજ દ્વારા લક્ષદ્વીપ પહોંચી શકાય છે. અહીં ટાપુ પર જવાનો સમય અને ખર્ચનો અંદાજ લગાવી શકાય છે.

4. ગંગટોક, જ્યાં વડાપ્રધાનના રોકાણનો ફોટો વાયરલ થયો હતો

PM IN GANGTOK
PM IN GANGTOK

સિક્કિમની રાજધાની ગંગટોક, ભારતના સૌથી સુંદર શહેરોમાંનું એક છે અને પ્રખ્યાત કંચનજંગા પર્વતના આકર્ષક દૃશ્યો પ્રદાન કરે છે. 24 સપ્ટેમ્બર 2018ના રોજ પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી જે ગંગટોકની હતી. જેમાં પીએમ મોદી આ સુંદર શહેરમાં સવારની ચાની મજા લેતા અને અખબાર વાંચતા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, આ ગંગટોક પ્રવાસ દરમિયાન પીએમ મોદી પોતે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા હતા.પીએમ મોદીએ પોતાના એક્સ(ટ્વિટર) એકાઉન્ટ પર સિક્કિમની ચાર તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, આ તસવીરો સિક્કિમના રસ્તામાં લેવામાં આવી હતી. આકર્ષક અને અકલ્પનીય! થોડી જ વારમાં આ તસવીર વાયરલ થઈ ગઈ અને લોકો ઈન્ટરનેટ પર ગંગટોક વિશે જાણવા સર્ચ કરવા લાગ્યા.

5. પિથોરાગઢનું પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામ

PM IN PITHORGADH
PM IN PITHORGADH

ઓક્ટોબર 2023માં, વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડની સત્તાવાર મુલાકાત લીધી, જ્યાં તેમણે પ્રાર્થના કરવા માટે પાર્વતી કુંડ અને જાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી. પાર્વતી કુંડ અને જાગેશ્વરની સુંદર તસવીરો શેર કરતી વખતે પીએમ મોદીએ આદિ કૈલાશના સુંદર પૅનોરમાને હાઇલાઇટ કર્યું હતું. પાર્વતી કુંડમાં તેમની ઊંડી ભક્તિ દર્શાવતા પીએમ મોદીએ માત્ર પરંપરાગત પોશાક જ નહીં પહેર્યા પરંતુ આ પવિત્ર સ્થળ પર ધ્યાન કરવા માટે સમય પણ ફાળવ્યો. થોડી જ વારમાં આ તસવીર વાયરલ થઈ ગઈ. આ પછી, જ્યારે તે અહીંથી જાગેશ્વર ગયા, ત્યારે ત્યાં તેની પૂજા કરતી તસવીરો વાયરલ થઈ ગઈ. તે પછી બંને સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો હતો.

આ પણ જુઓ: પીએમ મોદી દરિયામાં ડૂબેલી દ્વારિકાના દર્શન કરી આવ્યા

Back to top button