KBC 16ની કન્ટેસ્ટન્ટે કર્યું બચ્ચન સાથે ફ્લર્ટ, બિગ બી શરમાયા, પછી કહ્યું…

- રાજસ્થાનના જોધપુરથી આવેલી સ્પર્ધક સાક્ષી પંવાર અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી. પહેલા તો અમિતાભ થોડા શરમાયા અને પછી તેમણે એ જ અંદાજમાં ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું
HD ન્યુઝ ડેસ્કઃ અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ 16‘ ના દરેક નવા એપિસોડને નવા જોશ અને પેશન સાથે હોસ્ટ કરે છે. આ ઉંમરે પણ તેમના અંદાજમાં કોઈ કમી આવી નથી. હવે તાજેતરના એપિસોડમાં, અમિતાભ બચ્ચને કન્ટેસ્ટન્ટ સાથે ખૂબ જ રમુજી અંદાજથી વાતચીત કરી. રાજસ્થાનના જોધપુરથી આવેલી સ્પર્ધક સાક્ષી પંવાર અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી. પહેલા તો અમિતાભ થોડા શરમાયા અને પછી તેમણે એ જ અંદાજમાં સ્પર્ધક સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે હસવાનું 100 ટકા રોકી નહીં શકો.
જ્યારે સ્પર્ધકે અમિતાભ સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કર્યું
સરકારી નોકરીની તૈયારી કરી રહેલી રાજસ્થાનની રહેવાસી સાક્ષી પંવારને બિગ બીના લુક્સ ખૂબ પસંદ આવ્યા. એટલું જ નહીં તેણે કહ્યું કે બિગ બીનું પરફ્યુમ પણ સારું છે. સાક્ષીએ અમિતાભને કહ્યું, ‘જ્યારે તમે ગિફ્ટ આપવા આવ્યા ત્યારે તમે મારી પાસે ઊભા હતા. સર, શું ખુશ્બુ હતી તમારી? તમે કયું પરફ્યુમ વાપરો છો તે પ્લીઝ જણાવો. હું તે પરફ્યુમ ખરીદીશ. આ સાંભળીને અમિતાભ બચ્ચનના ગાલ ગુલાબી થઈ ગયા. સાક્ષી આટલેથી જ ન અટકી, તેણે બિગ બીના વધુ વખાણ કર્યા અને આગળ કહ્યું, ‘સર, એક વાત કહું? તમે ખૂબ જ હેન્ડસમ છો. હું તમારી પરથી મારી નજર હટાવી શકતી નથી. સર, તમારે મેકઅપની જરૂર નથી. તમારી ખુશ્બુ જ એટલી જોરદાર છે.
View this post on Instagram
અમિતાભ પણ પાછળ ન રહ્યા
સાક્ષી પંવારની વાત સાંભળીને અમિતાભ બચ્ચન પહેલા તો શરમયા. પછી તેમણે શરમાતાં કહ્યું, ‘ખેલ-બેલને ગોળી મારો, ચાલો આપણે જઈએ. ચા-બા પીએ અને થોડું ફરીને આવીએ. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોનારા લોકોનું કહેવું છે કે અમિતાભની સ્ટાઈલ એવી છે કે લોકો તેમના વખાણ કરતા પોતાને રોકી શકતા નથી. ઘણા લોકોએ અમિતાભની આભા વિશે પણ વાત કરી અને કહ્યું કે તે બાળકોથી લઈને વડીલો સુધી દરેકને ખૂબ જ પ્રેમ અને આદરથી હેન્ડલ કરે છે.
આ પણ વાંચોઃ રડેલી આંખો, ચહેરા પર ઉદાસી ; મોડી રાત્રે પિતાના ઘરેથી નીકળી મલાઈકા અરોરા, અર્જુન કપૂરે આપ્યો સહારો